અંબાજીમાં બેકાબૂ ટ્રક ચાલકે ૩ વાહનો અને હાથલારીને અડફેટે લીધા : યુવકનું મોત

Share

અંબાજીમાં બુધવારે સાંજના સુમારે શક્તિમાર્ગ ઉપર પસાર થઇ રહેલી ટ્રકના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં બે કાબુ બનેલી ટ્રકે એક પછી એક કાર, બે જેટલા ટુ- વ્હિલર અને એક હાથલારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક લઇને શાકભાજી લેવા આવેલા એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે એક મહિલાને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

[google_ad]

ડી. કે. સર્કલ થી શક્તિમાર્ગ ઉપર પસાર થઇ રહેલી ટ્રક નં.જીજે. 24 યુ. 885ના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. આથી બેકાબુ બનેલી ટ્રકે એક કાર, એક હાથલારી તેમજ ટુ-વ્હીલર મળી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક લઇને શાકભાજી લેવા આવેલા એક અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માતને પગલે અફરા- તરફી મચી હતી. ટ્રક માર્ગ વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢીને ઉભી રહી ગઇ હતી. ડિવાઇડર તૂટી જતાં નુકસાન થયું હતુ. જ્યાં લોકો એકત્ર થઇ ગયા હતા. ટ્રક ડિવાઇડર ઉપર ચઢીને ઉભી રહી જતાં તેનો ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો.

[google_ad]

Advt

 

મોતને ભેટેલો યુવક દાંતા તાલુકાના પોશીના વિસ્તારના ગણેર ગામનો હોવાની પ્રાથમિક ઓળખ થવા પામી હતી. ટ્રાફિક જામ થઇ ગયો હતો. દરમિયાન પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત્ત કર્યો હતો.

From –Banaskantha Update


Share