રાજકોટમાં ચેકીંગના નામે સેટીંગ : ઔદ્યોગિક એકમો પાસેથી ખુલ્લેઆમ લાંચ લેતાં શ્રમ વિભાગના અધિકારીઓનો પર્દાફાશ

Share

રાજકોટ ઉદ્યોગોથી ધબકતું શહેર છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે તેમજ સોયથી માંડીને સેટેલાઇટ સુધીના સ્પેર પાર્ટ્‌સ રાજકોટમાં બને છે. આ જ કારણે મૂડી રોકાણ પણ વધે છે તેમજ એટલું રોકાણ ફરે પણ છે. ત્યારે અમુક સરકારી અધિકારીઓ તપાસને બદલે સીધા કારખાનેદારો પાસેથી રૂપિયા લઇ લેતાં હોવાની જાણ થતાં ઉંડી તપાસ કરી પર્દાફાશ કર્યો છે. આ પર્દાફાશનો હેતુ એ છે કે, એકમોમાં જે તપાસ થવાની હોય એ યોગ્ય રીતે થાય અને ભવિષ્યમાં કોઇને પણ એ પછી કારખાનેદાર હોય કે તેના શ્રમિક લાંચવૃત્તિનો ભોગ ન બને.

[google_ad]

ઔદ્યોગિક એકમો યોગ્ય રીતે કામ કરે છે કે નહી તેમજ લોકોનું શોષણ થાય છે કે નહી એ જોવાની જવાબદારી ઔદ્યોગિક સુરક્ષા અને સલામતી કચેરી તેમજ શ્રમ કચેરીની છે. પણ આ બંને વિભાગમાં જ સૌથી વધુ ભ્રષ્ટાચાર ફેલાયો છે. લેબર ઓફીસર કલ્પેશ પંડયા અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના સર્ટીફાઇંગ સર્જન ડો. કેતન ભારથી ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવાને બદલે સીધા સંચાલકો સાથે વહીવટી કરવા પહોંચી જાય છે અને જે મળેએ રકમ લઇ લે છે.

[google_ad]

Advt

આ અંગેના તમામ ઓડીયો-વિડીયો પૂરાવા આવ્યા છે. જેમાં ડો. ભારથી કારખાનામાં જઇને સીધા રૂ. 5,000ની માંગ કરે છે અને કારખાનેદારે રૂપિયા આપતાં ડો.ભારથી રૂપિયા ગણ્યા વગર જ પોતાની કાળી બેગમાં નાખી હસતા-હસતા બહાર નીકળી ખાનગી કારમાં બીજા કારખાના તરફ રવાના થાય છે. જ્યારે કલ્પેશ પંડયા કારખાને જઇને હાજરી પત્રક અને બોનસ પત્રક માગ્યું હતું. ત્યારબાદ કારખાનેદાર સાથે વાત કરીને ‘બધું પતાવવા માટે’ રૂ. 7,500 માંગ્યા, જેમાં રકઝકને અંતે રૂ. 2,500માં સેટીંગ કરવા તૈયાર થઇ ગયા હતા.

[google_ad]

 

ડો. કેતન ભારથી અને કલ્પેશ પંડયાને ફોન કરીને એક માસમાં કેટલા દંડ કર્યા, કેટલી તપાસ કરીએ વિગત માંગી હતી. બંનેએ જણાવ્યું હતું કે, તેમની કામગીરીમાં દંડ કરવાનું આવતું નથી. સ્થળ પર તો દંડ લઇ જ ન શકે. તેમણે જ દંડની ના પાડતાં પૂરાવા સાથે પૂછ્યું હતું કે ‘તો આ રૂપિયા શા માટે લીધા ?’ તો બંનેએ ‘અમે એવું નથી લીધું, રૂબરૂમાં મળો તો કહીએ’ એમ કહી ફોન કાપી નાખ્યો હતો.

[google_ad]

 

આ બંને સરકારી અધિકારીઓ અચાનક ચેકીંગ કરવાને બદલે કારખાનાની ઓફીસમાં પહોંચી કઇ બોલતાં પહેલાં પોતાનું વિઝીટીંગ કાર્ડ ધરી વાંચી લેવા કહે છે. હકીકતે સરકારી અધિકારી કોઇ જગ્યાએ ચેકીંગમાં જાય તો પોતાનું આઇકાર્ડ બતાવવાનું હોય છે. જ્યારે આ બંનેએ ઠગ ટોળકીની જેમ કાર્ડ બનાવ્યા છે અને એની પણ કોઇ મંજૂરી લીધી ન હોવાનું શ્રમ અધિકારી પંડયાએ કહ્યું હતું.

[google_ad]

 

 

ઔદ્યોગિક સુરક્ષા અને સલામતી કચેરીના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી એચ. એસ. પટેલનો સંપર્ક કરી તેમની કચેરીના અધિકારીઓ ઉઘરાણાં કરતાં હોવાની વિગત આપી હતી. તો તેમણે જવાબ આપ્યો હતો કે, આ મામલે ગાંધીનગરની ઉપલી કચેરીમાં વિગતો આપવા કહ્યું હતું. ભ્રષ્ટાચારી અધિકારી તેમની જ કચેરીમાં છે અને તેમણે જ પગલાં લેવાના હોય એવું કહેતાં કચેરીએ મોકલી દેજો તેવો ઠંડો જવાબ મળ્યો હતો. કોણે લાંચ લીધી, શું પૂરાવા છે એ જાણવાની પણ તસ્દી લીધી નથી.

From – Banaskantha Update


Share