કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ : ટ્રેક્ટરમાં લઇ જવાતા કોલસાના ફોટા વાયરલ થતાં વનવિભાગ એકસનમાં

Share

બનાસકાંઠા જીલ્લાના સરહદી વાવ પંથકમાં લાખો રૂપીયાની કાળા કોલસાની ખનીજ ચોરી થતી હોવાની બુમો ઉઠવા પામી છે. જોકે, આ વિસ્તારોમાં વર્ષોથી ચાલતાં કોલસાના કાળા કારોબાર ઉપર વન અધિકારીઓ મહેરબાન હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.

 

[google_ad]

જેની વચ્ચે વાવ તાલુકાના કારેલી ગામની સીમમાંથી મંગળવારે કોલસાના બોરા ભરીને એક ટ્રેકટર જઇ રહ્યું હોવાના ફોટા સ્થાનિકો મારફત વાયરલ થવા પામ્યા હતા. આથી વનવિભાગ હરકતમાં આવ્યું હતું. અને થરાદની નોર્મલ રેંજ ફોરેસ્ટ ઓફીસર કચેરીના બીટગાર્ડ મોંઘીબેન ચૌધરી અને સ્ટાફ દ્વારા ટ્રેકટરને અટકાવીને થરાદ કચેરીમાં લાવવામાં આવ્યું હતું.

Advt

[google_ad]

જોકે, આ અંગે બીટગાર્ડનો ટેલિફોનિક સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરાતાં તેણીએ બાતમીના આધારે ઝડપી લીધું હોવાનું જણાવ્યું હતું. જથ્થા અને ક્યાંથી ક્યાં લઇ જવાઇ રહ્યું હોવા સહિત બાકીની તમામ માહિતી તેમની કચેરીના આરએફઓ જ આપી શકે તેમ જણાવ્યું હતું.

[google_ad]

આથી આરએફઓ ટી.કે.ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરાતાં તેમણે માત્ર ટ્રેક્ટર બિનવારસી પકડ્યું હોવાનું જણાવ્યું હતું. આ સિવાયની કોઇ માહિતી આપવાનો ધરાર ઇન્કાર કરીને બીટગાર્ડ પાસેથી મળી શકશે તેમ ખો આપી હતી. આમ, કાર્યવાહી કરવા છતાં પણ વનવિભાગ દ્વારા સ્થાનિક મિડીયા સમક્ષ સાચી હકીકત છુપાવવાનું કારણ પણ ચર્ચાસ્પદ બન્યું હતું.

 

From – Banaskantha Update


Share