વાવ તાલુકા પંચાયતના બે વિસ્તરણ અધિકારી નબળી કામગીરી કરતાં ફરજ મોકૂફ કરાયા

Share

વાવ તાલુકા પંચાયતમાં કરાર આધારિત આઈ.આર.ડી. શાખાના વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા બે કર્મચારીઓને કામગીરી બાબતે વારંવાર સુચનાઓ આપવા છતાં કોઈ સુધારો ન આવતા નબળી કામગીરીને લઈ જીલ્લા વિકાસ અધિકારીએ છુટા કર્યા હતા. વાવ તાલુકા પંચાયતમાં આઈ.આર.ડી. શાખામાં મગનભાઈ ડી.પરમાર અને રામજીભાઈ એચ. હડિયલ વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે.

[google_ad]

દરમિયાન 27 જુલાઈના રોજ જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે વાવ તાલુકાની મુલાકાતે આવ્યા ત્યારે વાવના ખીમાણાવાસ અને ખીમાણાપાદર ગામની મુલાકાત લેતાં ગ્રામ વિકાસ એજન્સીની આવાસ યોજનામાં બનેલા આવાસ પૂર્ણ બતાવેલા હતા. જ્યારે સ્થળ પર આવાસ પૂર્ણ બન્યા ન હતા બીજા એક લાભાર્થીને બે વર્ષ પહેલાં આવાસ પૂર્ણ થયેલો હોવા છતાં હપ્તા મળ્યા ન હતા.

[google_ad]

 

આમ ફરજમાં લાપરવાહી દેખાતા જીલ્લા વિકાસ અધિકારીએ તમામ કામગીરીનો રિપોર્ટ ચેક કરાવતા વાવ તાલુકાના આવાસ મંજૂરી સામે 106 લાભાર્થીઓને પ્રથમ હપ્તાના ચૂકવણા બાકી, બીજા હપ્તાના 261 ત્રીજા હપ્તાના 238 લાભાર્થીઓના ચૂકવણા બાકી તેમજ 278 લાભાર્થીના આવાસ બાકી હોવાનું સામે આવ્યું હતું. આટલું ઓછું હોય એમ વાવ તાલુકામાં આવાસના 4325 સામે માત્ર 907ના રજીસ્ટ્રેશનની નબળી કામગીરી કરાઈ હતી.

[google_ad]

 

જ્યારે વર્ષ 2021માં 675ના લક્ષ્યાક સામે માત્ર 255 આવાસ મંજુર કર્યા હતા. 2021/22માં 233 ના લક્ષ્યાક સામે માત્ર 54 જ મંજુર થયા હતા. જેને લઈ અવાર-નવાર સૂચનાઓ આપવા છતાં કામગીરીમાં બંને વિસ્તરણ અધિકારીઓ દ્વારા સુધારો ન આવતા આખરે ડી.ડી.ઓ. સ્વપ્નિલ ખરે તેમને છુટા કરવાનો હુકમ કરતા નબળી કામગીરી કરતા કર્મચારીમાં ફફડાટ ફેલાયો હતો.

From –Banaskantha Update


Share