કાંકરેજ તાલુકાના થરા ગામ નજીક કેનાલમાં ગાય પડી જતાં યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ જીવ બચાવ્યો હતો. જેમાં યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ અચાનક ગાય કેનાલમાં પડતી જોતાં જ તાત્કાલીક વાયર ખેંચવાના રસ્સાથી બાંધી બહાર નીકાળી હતી.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના થરા ગામ નજીક કેનાલ પાસેથી થરાના નાયબ ઇજનેર જી.વી. પટેલ, કે. કે. પટેલ અને ડ્રાઇવર વેલજીભાઇ ડી. ખાનપુરા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અચાનક ગાય કેનાલમાં પડતી જોતાં તાત્કાલીક વાયર ખેંચવાના રસ્સાથી બાંધી બહાર કાઢી જીવ બચાવી યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની ટીમે સરાહનીય કામગીરી કરી હતી.
From – Banaskantha Update