પાટણમાં સિદ્ધપુર ચોકડી નજીક ભૂગર્ભ ગટરની કામગીરીમાં અડચણરૂપ બનતા કાચા-પાકા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ

Share

પાટણ સિદ્ધપુર ચોકડી હાઇવે માર્ગ પર ઓવરબ્રિજની બનવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈ જૂની ભૂગર્ભ લાઇનનું સિફટીગ કામોમાં અવરોધરુપ બનતા ગેરકાયદેસર દબાણોને નગરપાલિકાતંત્ર દ્વારા દુર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને અવરોધતા 25 જેટલા કાચા પાકા દબાણોને દુર કરવાની કામગીરી શરુ કરાઈ છે.

[google_ad]

 

સિદ્ધપુર ચાર રસ્તા પાસે શ્રમજીવી સોસાયટીની નજીક ભુર્ગભ ગટરની કામગીરીમાં અડચણરુપ બનતા કાચા પાકા ગેરકાયદેસર દબાણોને મંગળવારે નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દુર કરવામાં આવ્યા હતા.

[google_ad]

તાજેતરમાં રૂ. 55 લાખના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યારે સિદ્ધપુર ચાર રસ્તા પાસે શ્રમજીવી સોસાયટી પાસે ઓવરબ્રીજ તેમજ ભુગર્ભ ગટરની સિફટીગ કામગીરીમાં રોડની બાજુમાં આવેલ ગેરકાયદેસર 25 જેટલા કાચા પાકા મકાનોને નગરપાલિકા તંત્ર દ્વારા મંગળવારે દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાનન કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે પોલીસતંત્રને પણ સાથે રાખવામાં આવ્યું હતું.

[google_ad]

Advt

 

નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા દબાણ હટાવાની કામગીરીને લઇ કેટલાક લોકોએ સ્વેચ્છાએ પોતાના ઝૂંપડાઓ હટાવાની શરુઆત ક્યી હતી. તો અન્યકાચા પાકા ગેરકાયદેસર દબાણોને જે.સી.બી. મશીન વડે દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આમ પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને અવરોધતા 25 જેટલા કાચા પાકા દબાણોને દુર કરવાની કામગીરી શરુ કરાઈ છે.

From – Banaskantha Update


Share