ધાનેરામાં નગરપાલિકાથી થોડાક અંતરે તૂટેલા રસ્તાથી વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

Share

રોડ રસ્તા અને પાણીની સુવિધા આપવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે. ત્યારે ધાનેરા નગરપાલિકાથી માત્ર 500 મીટર દૂર આવેલો રસ્તો બિસ્માર હાલતમાં છે. શહેરની મધ્યમાં આવેલો રસ્તો 10 કરતા વધુ ગામોને જોડી રહ્યો છે જે સામાન્ય વરસાદ આવતા તૂટી ગયેલ છે.

[google_ad]

મસમોટા ખાડા અને કાદવના કારણે અનેક નાના મોટા વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યા છે. ડાયવર્ઝન આપતા અનેક વાહનો પણ આ જ રસ્તે પસાર થઈ રહ્યા છે. છતાં સ્થાનિક તંત્રને આ તૂટેલ રસ્તો દેખાતો નથી જાણે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોવાતી હોય એવી પરિસ્થિતિ છે.

[google_ad]

 

ઓછપાલિયાની તળાવની આસપાસ રહેણાંક વિસ્તાર છે. 10 દિવસથી તૂટેલ રસ્તામાં પાણી ભરાઈ જતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એક બાજુ સતત વાહનોની અવર-જવર અને તૂટેલ રસ્તો સ્થાનિક વાહનચાલકો અને રહીશો માટે મોટી આફત લાવનાર સાબિત થઈ રહ્યો છે.

[google_ad]

Advt

 

ધાનેરામાં સ્વચ્છ નગર રોડ રસ્તામાં પ્રથમના બેનરો લાગ્યા પણ જમીની હકીકત કઈક અલગ જ જોવા મળી સત્તાધીશ અને અધિકારીઓ સતત કાર્યક્રમમાં વ્યસ્ત પણ સ્થાનિકોની હાડમારી ન દેખાતા તંત્રની સુખાકારી આપવાની જવાબદારી વિશે પણ અનેક સવાલો ઉઠ્યા છે.

From – Banaskantha Update


Share