દિયોદર અને લાખણી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારના અન્ન અધિકારના કાર્યક્રમમાં વિરોધ દર્શાવ્યો

Share

દિયોદર અને લાખણી તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારના અન્ન અધિકાર દિવસનો કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

 

ત્યારે દિવસેને દિવસે અનેક મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં જતાં ભાજપ સરકારને આરામ આપો જેવા બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યાં હતા. જ્યારે બેનર સાથે રેલી સ્વરૂપે રોડ ઉપર ધસી આવી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યાં હતા.

[google_ad]

દિયોદર અને લાખણી તાલુકાના કોંગ્રેસના કાર્યકારોએ મંગળવારે ભાજપ સરકારના અન્ન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરાઇ હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં મોંઘવારી માઝા મૂકતાં અને પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધતાં ભાજપ સરકારને આરામ આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

 

જ્યારે ભાજપ સરકારના અન્ન અધિકાર કાર્યક્રમમાં બેનર સાથે રેલી સ્વરૂપે રોડ ઉપર ધસી આવી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે વિરોધ કર્યો હતો. જ્યારે સતત વધતાં જતાં ભાવોના કારણે અનેક મોંઘવારીએ માઝા મૂકતાં અને પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જ્યારે ભાજપ સરકાર સામે વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

From – Banaskantha Update


Share