થરાદની કેનાલમાંથી સોની વેપારીની લાશ મળી : સોનાની વીંટીઓ ગાયબ, મોટો પ્રશ્ન: આત્મહત્યા કે હત્યા..?

Share

થરાદ પંથકની કેનાલમાં વહેલી સવારે એક વેપારીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. વેપારીની લાશ સાથે તેમનું એક્ટિવા પણ મળ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત વેપારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Advt

[google_ad]

આ સાથે વેપારીની લાશ પાસેથી તેમણે પહેરેલ સોનાની વીંટીઓ નહીં મળતાં પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાને લઇ પાલિકાના તરવૈવા દ્રારા મૃતકની લાશને બહાર નીકાળ્યા બાદ પોસ્ટમોર્ટમ અંગે મોકલી દેવાઇ છે.

 

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના થરાદની નર્મદા કેનાલમાંથી સોની વેપારીની લાશ મળતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ થરાદના વેપારીની એમની એક્ટિવા સાથે લાશ નર્મદા કેનાલ પરથી મળી આવી છે. જોકે, હજી સુધી વેપારીના નામ સહિતની વિગતો સામે આવી નથી.

[google_ad]

આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહીત વેપારીઓ ઘટનાસ્થળે પહોંચતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે વેપારીએ હાથમાં પહેરેલ સોનાની વીંટીઓ પણ આસપાસથી નહીં મળતાં પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. પાલિકાના તરવૈયા સુલતાન મીર દ્રારા મૃતકની લાશને બહાર કઢાયા બાદ પોલીસે થરાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share