ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે ડી.વાય.એસ.ઓ.અને નાયબ મામલતદારની પરીક્ષાઓ યોજાઈ

Share

ગુજરાત સરકાર દ્વારા કોરોનાવાયરસની મહામારી બાદ સરકારી ભરતીઓ બહાર પાડવામાં આવી રહી છે જે અંતર્ગત રવિવારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ડી.વાય.એસ.ઓ. અને નાયબ મામલતદારની પરીક્ષાઓ યોજવામાં આવી હતી ત્યારે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આ પરીક્ષાઓ આપવા માટે પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

[google_ad]

દર વર્ષે વિદ્યાર્થીઓ સરકારી ભરતીઓમાં પાસ થઈ અને સારી પોસ્ટ મેળવે તે માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા વિવિધ બેઠકો માટે ભરતીઓ પાડવામાં આવતી હોય છે. જે અંતર્ગત કોરોનાવાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક સરકારી ભરતીઓ રદ કરવામાં આવી હતી પરંતુ કોરોનાવાયરસની મહામારી ઓછી થતાની સાથે જ હાલમાં ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર સરકારી ભરતીઓની પરીક્ષાઓ લેવા માટેની શરૂઆત કરવામાં આવી છે.

[google_ad]

જે અંતર્ગત રવિવારે સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારી બાદ ડી.વાય.એસ.ઓ અને નાયબ મામલતદારની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. ડીસા ખાતે આવેલ આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ રવિવારે ડી.વાય.એસ.ઓ. અને નાયબ મામલતદારની પરીક્ષાઓ યોજવામાં આવી હતી.

[google_ad]

જેમાં શાળા સંચાલક મંડળના આયોજક હરેશભાઈ પવાયા તેમજ શિક્ષકગણ દ્વારા પરીક્ષા આપવા આવતા પરીક્ષાર્થીઓને સરકારની ગાઈડલાઈન મુજબ થર્મલગનથી ચેકિંગ તેમજ સેનીટાઇઝર કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાવાયરસની મહામારી બાદ ફરી એકવાર સરકારી ભરતીઓની પરીક્ષાઓ શરૂ થતા પરીક્ષાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા આવતા નજરે પડ્યા હતા.

From – Banaskantha Update


Share