નરાધમ યુવકે યુવતીને એટલી હદ સુધી બ્લેકમેઈલ કરી કે યુવતીએ દવા પી આપઘાત કરી લીધો

Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી પર નરાધમ યુવકે એટલો ગુજાર્યો હતો. જેને લઇ યુવતીએ ઘરે દવા પી આત્મહત્યા કરી લીધી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે નરાધમ યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. યુવકના મોબાઇલમાં રહેલી તસ્વીરો યુવતીના જીવ ત્યજવા માટે મજબૂર બનાવતો આ કિસ્સો યુવતીઓને માટે લાલબત્તી સમાન છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતી પર સ્થાનિક નરાધમ યુવકે ત્રાસ ગુજાર્યો હતો. નરાધમ યુવકે યુવતીને પોતાની જાળમાં ફસાવીને યુવતીના ફોટો પોતાની પાસે રાખી લીધા હતા. જે ફોટોગ્રાફના આધારે અવારનવાર યુવતી પર દબાણ કરતો હતો અને બદલામાં તે તસ્વીરોને જાહેર કરી દેવા માટેની વાત કરતો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

જેને લઇને યુવતી પર માનસિક દબાણ વધતુ જવા લાગ્યુ હતુ. યુવતીએ તેનો મોબાઇલ નંબર બ્લોકમાં રાખી દેવા છતાં તેની પર સતત દબાણ કરતા આખરે યુવતીએ પોતાની અને પરિવારની બદનામીના ડરે ઘરે જ દવા પીને આત્મહત્યા કરી લેવાનુ પગલુ ભર્યુ હતુ.

[google_ad]

હિંમનતગરના ડી.વાય.એસ.પી, કે.એચ. સૂર્યવંશીનાં જણાવ્યા પ્રમાણે, યુવતીના અંતિમસંસ્કાર બાદ યુવતીના પરિવારે તેનો ફોન તપાસતા તેમાંથી નરાધમ યુવકના મેસેજ જોવા મળ્યા હતા. જે સંદેશાઓ યુવતી પર દબાણ વર્તાવી રહ્યા હતા. જેને લઇને યુવતીએ આત્મહત્યા કરી હોવાથી પોલીસ મથકે પહોંચી પરિવારે યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

યુવતી પર ત્રાસ ગુજારવાને કારણે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપી મસી અબ્બાસ મહંમદ નામના યુવક સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને તેનો મોબાઇલ ફોન એફ.એસ.એલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આમ મોબાઇલમાં લીધેલી તસ્વીરો યુવતીના જીવની વેરી બની હતી અને યુવતીએ આખરે પોતાનો જીવ ત્યજવા મજબુર બનવુ પડ્યુ હતુ.

[google_ad]

 

થોડા વખત પહેલા દમણમાં પણ નરાધમ યુવકનો ત્રાસ ગુજારતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નરાધમ યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. નાની દમણના ખારીવાડ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને નરાધમ યુવકે નામ બદલીને ભગાડી ગયો હતો. જોકે, પોલીસે આરોપી અને કિશોરીને દૂણેઠાથી શોધી કાઢ્યા હતા.આરોપીને કોર્ટમાં રજુ કરતા જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

નાની દમણના ખારીવાડ સ્થિત હોટલ રાજપેલેસ નજીક આવેલી તારા ટેરેસ એપાર્ટમેન્ટમાં રહેતો 19 વર્ષનો રોની ઉર્ફે રાજીવ ગફારખાન કેટલાક સમયથી હિન્દુનું નામ ધારણ કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવવાનું કામ કરતો હતો. શનિવારે સગીરા પોતાના ઘરનો બહારથી દરવાજો બંધ કરીને કંપાઉન્ડ વોલ કૂદીને આરોપી સાથે ભાગી ગઇ હતી.

[google_ad]

 

From – Banaskantha Update


Share