ડીસાની હાઈવે પરની સોસાયટી આગળ રોડ પર વરસાદી પાણી ભરાતાં લોકોમાં રોષ : ઠેર-ઠેર ખાડા પડવાથી વાહનચાલકો પરેશાન

- Advertisement -
Share

ડીસાના દિપકહોટલ થી કાંટ તરફ જતા માર્ગ પર આવેલ અકિત સોસાયટીની ગેટ આગળ વરસાદ પડવાથી ડામર રોડ પર ખાડા થતા રાહદારી તેમજ વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ સાર્વત્રિક વરસાદના કારણે અસહ્ય ગરમીથી રાહત થઈ છે. તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.પરંતુ ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા અવિરત વરસાદના કારણે ક્યાંક લોકોને ભારે હાલાકી પડી રહી છે.

[google_ad]

 

જેમાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં તેમજ હાઇવે પર બનાવેલ ડામર રોડ પર વરસાદ પડવાથી ડામર રોડ તૂટી ગયા છે.જેના કારણે રોડ પર ખાડા પડવાથી રાહદારી તેમજ વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.જેમાં ડીસા દિપકહોટલથી કાંટ તરફ જતા માર્ગ પર આવેલ અકિત સોસાયટીના ગેટની આગળ દર ચોમાસામાં આ માર્ગ પર સામાન્ય વરસાદ પડવાથી વરસાદી પાણી ભરાવો થતા ડામર રોડ તૂટી જતા રોડ પર ખાડા પડવાથી રાહદારીઓને તેમજ વાહન ચાલકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે.

[google_ad]

 

તેમજ વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે. તેમજ આ માર્ગ પર ખાડા પડવાથી મોટર સાઇકલ ચાલકો અનેક વાર આ માર્ગ પર પડેલ ખાડામાં પડવાથી ઘાયલ થયા છે. તેમજ આજુ-બાજુ સોસાયટીના રહીશો દ્વારા દર ચોમાસે આ સમસ્યાની રજુઆત નગરપાલિકામાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ નગરપાલિકા સામે રોષ ફેલાયો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!