બનાસકાંઠાના D.D.Oના અધ્યક્ષસ્થાને થરાદના રાહમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share

વર્તમાન સમયની આગવી સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ અને આ સમસ્યાનું એક જ સમાધાન છે તે છે વૃક્ષારોપણ અને તે દિશામાં આગળ વધવા જનજાગૃતિ જરૂરી છે.

 

ત્યારે શાળાથી લઇ મહાશાળા અને મેટ્રો સીટીથી લઇ છેવાડાના ગામડા સુધી સૌ કોઇ આ મહાભિયાનમાં જોડાય અને આ કોન્ક્રીટના વધતા જંગલોની વચ્ચે પણ વધુને વધુ વૃક્ષારોપણ કરી અને તેનો ઉછેર થાય તેવા હેતુથી બનાસકાંઠા જીલ્લાના વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ શનિવારે થરાદ તાલુકાના રાહ ગામની વિવેકાનંદ વિદ્યાલયમાં વૃક્ષારોપણ કર્યું હતું.

[google_ad]

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ જણાવ્યું હતું કે, ‘વિશ્વની વસ્તી 700 કરોડથી વધુ છે જો દરેક નાગરિક એક વૃક્ષ વાવે તો 700 કરોડથી વધુ વૃક્ષો ઉછેરી શકાય. ક્યારેક વધુ ગરમી તો ક્યારેક વધુ ઠંડીનું પ્રમાણ હોય છે તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે.

[google_ad]

તેમણે વર્તમાન ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે વિદ્યાથીઓને સમજાવ્યું હતું. આ ઉપરાંત દરેક ઘર અને ગામડાઓ સુધી આ સંદેશ પહોંચે તે માટે વિદ્યાર્થીઓને પણ સક્રીય ભૂમિકામાં રહેવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અપિલ કરતાં જણાવ્યું હતું કે, ‘દરેક વિદ્યાર્થીએ એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જાઇએ.’

[google_ad]

આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલ, થરાદ તાલુકા વિકાસ અધિકારી જીગર પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર જયપાલ, શાળાના આચાર્ય કે. બી. દેસાઇ, સરપંચ મેઘાભાઇ પરમાર, તલાટી કરશનભાઇ પટેલ અને અગ્રણી મેવાભાઇ, ભીખાભાઇ પટેલ તેમજ કમલેશભાઇ દરજી ઉપસ્થિત રહ્યા હતા.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share