ડીસાના ઝેરડામાં જમીન પચાવી પાડતા 4 મહિલા સહિત 7 સામે પોલીસ ફરીયાદ

- Advertisement -
Share

ડીસા તાલુકાના ઝેરડા ગામના ખેડૂતની જમીન ગામના જ 4 મહિલા સહિત 7 સભ્યોએ કબજો જમાવી પચાવી પાડતાં પોલીસ ફરીયાદ નોધાવા પામી છે. ડીસા તાલુકા પોલીસે સાત સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

ડીસા તાલુકાના ઝેરડા ગામના પરથીજી પ્રતાપજી ઠાકોર તેમજ અજમલજી પ્રતાપજી ઠાકોરે પોતાની જમીન તા. 16 મે 2007ના રોજ ગામના જ નરસિંહભાઇ પીરાભાઇ રબારીને વેચાણથી આપી હતી. જેથી જમીનનો કબજો પણ નરસિંહભાઇ રબારી પાસે હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

જોકે, તા. 13 સપ્ટેમ્બર 2007ના રોજ નરસિંહભાઇ રબારીએ જમીન ઝેરડા ગામના જ ખેડૂત મમતાબેન રમેશકુમાર શાહને વેચાણથી આપેલી હતી. ફરિયાદીએ જણાવ્યું કે, “થોડા સમય બાદ જમીન પરત મેળવવા માટે જમીનના મૂળ માલિક અને ભાઇ ભત્રીજા તેમજ સગા સબંધીઓ ખેતરમાં આવી જઈ ધમકીઓ આપી અવરોધ ઉભો કરી રહ્યાં છે તેવી છે. આ ઉપરાંત જમીન અમારા નામે હોવા છતાં આરોપીઓએ જમીન પચાવી પાડવાના ઇરાદે અમારી જમીન પર કબજો જમાવી બેઠા છે.”

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

આ અંગે મમતાબેન રમેશકુમાર શાહે ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ડીસા ડી.વાય.એસ.પી ડૉ. કુશલ ઓઝા ચલાવી રહ્યાં છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

— કોની કોની સામે ફરીયાદ —

1. અરજણભાઈ પતાપજી ઠાકોર
2. ભરતભાઈ અરજણભાઇ ઠાકોર
3. નરેન્દ્રકુમાર પરથીભાઇ ઠાકોર
4. ગકીબેન અરજણભાઇ ઠાકોર
5. ગોમતીબેન અજમલજી ઠાકોર
6. અલકાબેન પરથીભાઇ ઠાકોર
7. રંજનબેન પરથીભાઇ ઠાકોર (તમામ રહે, ઝેરડા, તા. ડીસા)

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!