બનાસકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક સારો વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હાલ ખેડૂતોના પાકને નવું જીવતદાન મળ્યું છે સતત ત્રણ દિવસના વરસાદથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ કરેલ વાવેતર વરસાદના કારણે ઉગતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જીલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસકાંઠાવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ બાદ રવિવારે બપોરના સમયે ડીસા સહિત આજુ બાજુના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે એકાએક વરસાદ ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા ઘણા સમયથી ધીમીધારે વરસાદ પડતો હતો. છેલ્લા ઘણા સમયથી જીલ્લામાં વરસાદ ખેંચાતા સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જીલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે જીલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

[google_ad]

ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ વરસાદની આશા એ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં મગફળી સહિતના અનેક શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ જે પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોના મોઢા પર ફરી એકવાર ખુશી જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતર ફરી એકવાર લીલાછમ જોવા મળી રહ્યા છે. સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે સૌથી વધુ બનાસકાંઠા જીલ્લામાં મગફળીના પાકને ફાયદો થઇ રહ્યો છે. જાણે કુદરતે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને નવું જીવતદાન આપ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ખેડૂતો પણ વરસાદ પડતા ખેતરમાં કામ કરવા લાગી ગયા છે અને હજુ પણ સારો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.

[google_ad]

Advt

 

આમ તો બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જીલ્લામાં નહીંવત વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેડૂતોને પાણી વગર સૌથી મોટી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગે લોકો વરસાદ આધારીત ખેતી કરે છે પરંતુ ઓછા વરસાદના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને થોડી ઘણી પાક બચવાની આશા જાગી છે પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે હજુ પણ બનાસકાંઠા જીલ્લામાં વરસાદની મોટી જરૂરિયાત છે કારણ કે બનાસકાંઠા જીલ્લામાં વરસાદ વગર પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે સારો વરસાદ થાય અને પાણીના તળ ઊંચા આવે તો જ ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી નહિવત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના ઉપરવાસમાં પણ છેલ્લા ઘણા સમયથી નહિવત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જીલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત પાણી જોવા મળી રહી છે ગત વર્ષે પણ ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઇ હતી પરંતુ રાજસ્થાનના મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ થતાં સીપુ ડેમમાં પાણીની ઓછી આવક જોવા મળી હતી ત્યારે આ વર્ષે પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને જીલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની સારી આવક થાય તેવી હાલ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!