ભીલડી-ડીસા રેલ્વે લાઇન પર અજાણ્યો યુવક કપાતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકાના ભીલડી ગામની ઇન્દીરાનગર વિસ્તાર નજીક સોમવારે ભીલડી-ડીસા રેલ્વે લાઇન પર અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર પડતું મૂકી જીવનલીલા સંકેલી હતી.

 

 

 

આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ભીલડી રેલ્વે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભીલડી ગામની ઇન્દીરાનગર વિસ્તાર નજીક સોમવારે ભીલડી-ડીસા રેલ્વે લાઇન પર અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર પડતું મૂકતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

 

અજાણ્યા યુવકે ક્યા કારણથી અંતિમ પગલું ભર્યું છે તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે ભીલડી રેલ્વે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.

 

 

જ્યારે મૃતકની લાશને પી.એમ.અર્થે ભીલડી સી.એચ.સી. માં ખસેડી હતી. આ યુવક ક્યાંથી આવ્યો તેને ક્યા કારણથી આપઘાત કર્યો તેને લઇ અનેક શંકા-કુશંકા સેવાઇ રહી છે. આ અંગે ભીલડી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!