ભીલડીના ગણેશપુરા નજીક બાઇક અને રીક્ષા સામસામે ટકરાતાં એક યુવકનું મોત : એક યુવક ઘાયલ

- Advertisement -
Share

ડીસા તાલુકાના ભીલડી ગામના ગણેશપુરા નજીક મંગળવારે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ભીલડી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી છે. આ અંગે ભીલડી પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભીલડી ગામના ગણેશપુરા નજીક મંગળવારે બાઇક નં. GJ-07-EB-9694 લઇને બે યુવકો પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરઝડપે રીક્ષાના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરતાં ધડાકાભેર સામસામે ટકરાતાં એક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

[google_ad]

જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ.અર્થે ભીલડી સી.એચ.સી.માં ખસેડી હતી. જ્યારે રીક્ષા ચાલકની અટકાયત કરાઇ હતી. આ અંગે ભીલડી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે ભીલડી પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!