ડીસાના શાકમાર્કેટની પાછળ આવેલ હિરા ઘસવાના કારખાના આગળ પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી જતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
[google_ad]
આ અંગેની વિગત જોઇએ તો, ડીસા તાલુકાના વાસણા ગામે રહેતાં ભુદરભાઇ મનુભાઇ મહેતા તેમનું બાઇક લઇ ડીસાના શાકમાર્કેટની પાછળ આવેલ હીરા ઘસવાના કારખાને કામ ઉપર ગયા હતાં. જ્યારે હીરાના કારખાનાની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં બાઇક પાર્ક કરેલ હતું.
[google_ad]
પરંતુ પરત આવી જોતાં તેમને પાર્ક કરેલ જગ્યા ઉપર મોટર સાઇકલ ન મળી આવતાં તેઓએ આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ મોટર સાઇકલ ન મળી આવતાં અજાણ્યો ઇસમ બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવા અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From – Banaskantha Update