પાલનપુરમાં રેલ્વે વિભાગની ઘોર બેદરકારીથી કરજોડા ગામની મુખ્ય સડકથી ગામના લોકો વંચિત થયા

- Advertisement -
Share

રેલ્વે વિભાગની ઘોર બેદરકારી થી પાલનપુર તાલુકાના સૂરજ પુરા લક્ષ્મણપુરા કરજોડા ગામની મુખ્ય સડક થી ગામના લોકો વંચિત થયા* છેલ્લા બે વર્ષો થી ત્રણ ગામોના સરપંચ તલાટી તેમજ ગામના લોકો દ્વારા જિલ્લા કલેકટર અને રેલ્વે વિભાગને અન્ડરબ્રિજ ચાલુ કરવા બાબતે વારંવાર જાણ કર્યા.

[google_ad]

છતાં અરજી આપ્યા છતા રેલ્વે વિભાગ વિભાગ ત્રણ ગામો ની અંડર બ્રિજની સડક ચાલુ કરતી નથી સૂરજ પુરા થી ખેમાણા જવાના મુખ્ય માર્ગ પર રેલવેનું કામ ચાલુ છે ત્યાં અંડરબ્રિજમાં પાણી ભરાય છે બે વર્ષથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.

[google_ad]

[google_ad]

તેમજ રેલ્વેની જૂની લાઈનમાં ઘોર બેદરકારી કરવામાં આવી રહી છે ત્રણ અંડરબ્રિજ બંધ હોવાથી ત્રણેય ગામના લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે દસ કિલોમીટર ફરીને લોકોને પોતાના ગામમાં જવુ પડી રહ્યુ છે ફક્ત જસપુરીયા વાળું ફક્ત અન્ડરબ્રિજ ચાલુ છે તેમજ ત્રણે ગામોના અંડરબ્રિજ બંધ હોવાથી સૂરજપુર લક્ષ્મણપુરા કરજોડા ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

[google_ad]

[google_ad]

અને તંત્ર ઘોર નિંદ્રામાં અન્ડરબ્રીજ નંબર 162/c 163/c 163/c આ ત્રણે અંડરબ્રિજ રેલ્વે છેલ્લા બે વર્ષોથી ચાલુ કરતી નથી જેથી ઘણીવાર ગામના કેટલાક લોકોને 60 થી સિત્તેર લિટર દૂધ ઉપાડીને રેલ્વેના પાટા ક્રૉસ કરીને જીવ જોખમમાં મૂકીને એક ગામથી બીજા ગામે જવું પડે રહયુ છે.

[google_ad]

[google_ad]

સુરજપુરા લક્ષ્મણપુરા કરજોડા ત્રણેય ગામના લોકો તેમજ સરપંચ તલાટી શ્રી જણાવ્યું કે અન્ડર બ્રીજનું કામ પુર્ણ થઈ ગયેલ છે પરંતુ ચાલુ કરતા નથી તંત્ર જાગે જીલ્લા કલેકટર રેલ્વે વિભાગને નોટિસ ફટકારીને આ ત્રણેય ગામોના અન્ડરબ્રિજ તત્કાળ ચાલુ કરાવે તેવી આ ત્રણેય ગામોના લોકોની ઉગ્ર માગ છે.

[google_ad]

રેલ્વે વિભાગની ધોર બેદરકારીથી ૩ ગામના લોકો ગામની મુખ્ય સડકથી થયા વંચિત

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!