ડીસાનો બ્રીજ બનાવનાર કંપનીને 66 લાખ રૂપિયાનો દંડ ભરવાની નોટિસની અવગણના

- Advertisement -
Share

ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજ બનાવનાર કન્સ્ટ્રકશન કંપનીના માલીકને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોઈપણ જાતની પરવાનગી લીધા વગર સરકારી જમીનનો કાટમાળ રાખવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવા મામલે થયેલી ફરિયાદને પગલે નાયબ કલેકટરે 66 લાખ રૂપિયાનો દંડ ભરવા માટેની નોટીસ ફટકારી છે.

[google_ad]

 

બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજના કામકાજ દરમિયાન નીકળેલા કાટમાળને ટી.સી.ડી ગ્રાઉન્ડ પાસે આવેલ સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો.

[google_ad]

 

જોકે સરકારી જમીનના ઉપયોગ માટે આ કન્સ્ટ્રકશન કંપનીના સંચાલક દ્વારા કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે આ કાટમાળ સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો જે મામલે ડીસાના જાગૃત નાગરિક કમલેશભાઈ ઠક્કર દ્વારા મામલતદાર કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી.

[google_ad]

 

જે ફરિયાદના આધારે તપાસ કરતાં રચના કન્સ્ટ્રક્શન કંપનીને નાયબ કલેકટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને સરકારી જમીનનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવા બદલ 66 લાખ રૂપિયાનો દંડ ભરવા માટેની નોટિસ ફટકારી હતી. નોટીસ આપ્યાના 8 મહિના જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી કન્સ્ટ્રકશન કંપનીના સંચાલક દ્વારા દંડ ભરપાઈ કરવામાં આવ્યો નથી.

[google_ad]

 

 

જેથી હવે નાયબ કલેક્ટરે રચના કન્સ્ટ્રક્શન કંપની પાસેથી દંડ વસૂલવા માટે નેશનલ હાઈવે ઓથોરીટીને લેખિત જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ મોટી વગ ધરાવતા આ કંપનીના સંચાલક દ્વારા દંડ ભરપાઈ કર્યો નથી. ત્યારે હવે આ રચના કંસ્ટ્રક્શન કંપની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધારે હાઇકોર્ટના શરણે જવાની ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!