ACBને હવે ભ્રષ્ટાચારના પુરાવા વોટ્સએપથી પણ મોકલી શકાશે : નંબર જાહેર કર્યો

- Advertisement -
Share

બ્યુરોની ઓફિસમાં સીડી કે પેનડ્રાઈવ પણ આપી શકાશે : ACBએ 90999 11055 નંબર જાહેર કર્યો

[google_ad]

છેલ્લાં ઘણા સમયથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો માં લાંચ રૂશ્વત અને અપ્રમાણસર મિલકતોના કેસમાં વધારો થયો છે ત્યારે હવે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ભષ્ટ્રાચારના મૂળ સુધી પહોંચવા માટે નવી શરૂઆત કરવામાં આવી છે, જેમાં સાર્વજનિક કરવામાં આવેલા વોટ્સઅપ નંબર પર કોઇપણ ફરિયાદી પુરાવા મોકલી શકશે. આ સાથે પેનડ્રાઇન અને સીડી પણ એસીબીની ઓફિસમાં મોકલી શકાશે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને પકડવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે પરંતુ હવે સોશિયલ મીડિયાના પાવરફુલ ટુલ વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે.ગુજરાતમાં ભષ્ટ્રાચારને નાબુદ કરવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વિવિધ જીલ્લાઓમાં ટ્રેપ કરવામાં આવે છે. 2020માં એસીબીએ કુલ 200 સફળ ટ્રેપ કરી છે અને 42થી વધુ અપ્રમાણસર મિલકતના કેસો નોંધ્યા છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

કોરોના સંક્રમણ સમયમાં પણ એસીબીની ટ્રેપમાં વધારો થયો છે. 2021માં અત્યાર સુધીમાં 100 કેસો થઇ ચૂક્યાં છે. એસીબીના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના કોઇ પણ શહેરમાંથી ફરિયાદ નોંધાવવી હોય તો તે સામાન્ય રીતે ટોલ ફ્રી નંબર 1064 અથવા એસીબીની કચેરીના ફોન નંબર- 079 22869228 પર નોંધાવી શકાય છે.

[google_ad]

હવે એસીબીએ તેનો વોટ્સઅપ નંબર – 90999 11055 જાહેર કર્યો છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

રાજ્યનો કોઇપણ નાગરિક આ નંબર પર ભ્રષ્ટાચારના ફોટા કે ડોક્યુમેન્ટ એસીબીને આસાનીથી મોકલી શકે છે. કોઇ અધિકારી કે કર્મચારી અપ્રમાણસર મિલકત ધરાવતા હોય તો તેના બંગલા, વાહનો, જમીન, અને અન્ય મિલકતના ફોટોગ્રાફ કે વીડિયો મોકલાવી શકાય છે. આ ઉપરાંત પેનડ્રાઇવ અને સીડી પણ એસીબીની શાહીબાગ સ્થિત ઓફિસમાં આપી શકાશે.

[google_ad]

આ નવી સિસ્ટમ અંગે એસીબીના નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલાએ જણાવ્યું હતું કે વોટ્સએપથી આવતા વીડીયો અને ફોટો મોકલનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. બીજી તરફ પેન ડ્રાઇવ કે સીડી મોકલનાર વ્યક્તિની પુછપરછ કરવામાં નહી આવે અને એસીબીની વિશેષ ટીમ વીડિયો કે ફોટોને આધારે તપાસ કરશે. ખરાઇ થયા પછી જો પુરાવા મળે તો એસીબી દ્વારા ફરિયાદ નોઁધવામાં આવશે.

[google_ad]

Advt

[google_ad]

વોટ્સઅપ માહિતી માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી

[google_ad]

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વોટ્સઅપના માધ્યમથી વીડિયો અને ફોટો મળે ત્યારે તેની તપાસ એસીબીની સ્પેશિયલ ટીમ કરશે. વિભાગના અધિકારીની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આક્ષેપિત વ્યક્તિનો ઇતિહાસ અને તેની હાલની સ્થિતિ પણ તપાસવામાં આવશે. પુરાવાના આધારે જે તે આક્ષેપિત સામે ગુનો નોંધવામાં આવે છે. વોટ્સઅપમાં આવતા વીડિયો કે ફોટોગ્રાફ અને અન્ય વિગતોની ચકાસણી તેમજ પ્રાથમિક તપાસમાં વધુ સાવચેતી જરૂરી હોવાથી આ ટીમની રચના કરવામાં આવી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!