અમીરગઢમાં પાલનપુર પોલીસે વિદેશી દારૂ સાથે કુલ રુપિયા 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -
Share

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યાં છે. બુટલેગરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ નવા નવા કિમીયા કરી રાજ્યમાં દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. જ્યારે પોલીસ પણ આવા ગુનેગારોને દબોચી લેવા એક્શન મોડમાં હોય છે.

[google_ad]

 

 

ત્યારે બનાસકાંઠાં જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં ભડથ હાઇવે પરથી એલ.સી.બી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની 900 બોટલ સહિત કુલ રૂપિયા 3 લાખ 50 હજાર 876ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પાલનપુર એલ.સી.બી પોલીસે બાતમી હકીકત આધારે અમીરગઢ તરફથી ઇનોવા ગાડી (નંબર RJ-14-UA-9329)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને પાલનપુર તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે નવા ભડથ હાઇવે રોડ પાસે વોચમાં હતા દરમિયાન હકિકત વાળી ઇનોવા ગાડી પકડી પાડી હતી.

[google_ad]

 

 

ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 900 બોટલ જેની કિંમત 95 હજાર 376 તથા 2 મોબાઈલ અને ઇનોવા ગાડી સાથે કુલ 876ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક જોધારામ હરિલાલ જાટ અને હરિસિંગ શ્રીરામ જાટને પકડી પાડી તેમની વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!