ડીસાના લોરવાડા રેલ્વે સ્ટેશનથી નેશનલ હાઈવેને જોડતો પાકો રસ્તો બનાવવા માંગ ઉઠી

- Advertisement -
Share

ડીસા તાલુકાના લોરવાડા ગામ ખાતે રેલ્વે સ્ટેશન આવેલું છે પરંતુ કાચા રસ્તાના અભાવે રેલ્વે સ્ટેશનનો વિકાસ થઇ શકયો નથી ડીસા ભીલડી નેશનલ હાઈવે થી માત્ર 2 કિલોમીટર અંદર આવેલા લોરવાડા રેલ્વે સ્ટેશન પર જવા માટે કાચા રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકોને ભારે અગવડ પડી રહી છે.

[google_ad]

 

સરકાર દ્વારા રેલ્વે સ્ટેશનના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ રસ્તાના અભાવે આમ પ્રજાજનો માટે રેલ્વે સ્ટેશન પર જવુ પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જુઓ 2 કિલોમીટર સુધીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવામાં આવે તો અનેક લોકો માટે રેલવે સ્ટેશન ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અંગત રસ દાખવી રેલ્વે સ્ટેશનને જોડતો પાકો રસ્તો મંજુર કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

[google_ad]

 

પાલનપુરથી કચ્છ અને રાજસ્થાનને જોડતી રેલવે લાઇન પર ડીસા ભીલડી વચ્ચે એકમાત્ર રેલવે સ્ટેશન આવેલું છે અને તેનો વિકાસ થાય તો અનેક રીતે ઉપયોગ બની શકે તેમ છે.

[google_ad]

 

 

લોરવાડા રેલ્વે સ્ટેશનની આજુબાજુ વિશાળ જગ્યા પડી હોવાથી રેન્ક પોઇન્ટ પણ કાર્યરત થઇ શકે તેમ છે જેથી કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ સીધો ખાતરનો જથ્થો મળી શકે તેવી વ્યવસ્થા ઊભી થઈ શકે તેવી છે પરંતુ રસ્તાના અભાવે સમસ્યા ઉભી થઇ રહી છે.

[google_ad]

 

From – Banaskantha Upate


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!