થરાદના પે-કેન્દ્ર શાળાના આચાર્યના યુવતી સાથેના અંગત ફોટા વાઈરલ થતાં સસ્પેન્ડ કરાયા

- Advertisement -
Share

શાળાનું નામ સાંભળતા જ મનમાં એવી લાગણી આવે કે આતો સરસ્વતીનું ધામ જ્યાં સંસ્કાર અને વિદ્યાના પાઠ ભણાવામાં આવે અને શિક્ષક વિશે તો કહેવાય છે કે શિક્ષક સાધારણ નથી હોતો હિમાલય તેની ગોદમાં ખેલે છે. પરંતુ બનાસકાંઠાના શિક્ષક નહિ પરંતુ શિક્ષકોને પણ સુફીયાણું જ્ઞાન આપતા આચાર્યના એવા ફોટા વાઈરલ થયા કે આ આચાર્ય સામે સમગ્ર જિલ્લામાં થુંથું થઈ રહ્યું છે.

[google_ad]

 

થરાદના વામી પે-કેન્દ્ર શાળાના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના ફોટા વાઈરલ થયા છે અને જેવા જ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક વિભાગ એક્શનમાં આવી ગયું અને શિક્ષણાધિકારીએ હાલતો તાત્કાલિક આચાર્યને સસપેન્ડ કરવાના આદેશ કરી દીધા છે.

[google_ad]

 

આ ફોટા સેન્સેટીવ હોવાથી જાહેરમાં મૂકી શકાય તેમ નથી.

બીજી તરફ આચાર્યના મહિલા સાથેના અંગત પળોના ફોટા વાઈરલ થયાના મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં બનાસકાંઠામાં શિક્ષણજગત સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઈરલ ફોટોમાં આચાર્ય સાથે દેખાતી મહિલા કેવા સબંધ છે તે બાબતે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અંગત સેલ્ફી લીધેલ વાઈરલ ફોટામાં બંને અલગ અલગ જગ્યાએ એક બીજાને આલિંગન આપતા નજરે પડે છે. જે ખરેખર શિક્ષણ જગતને શરમાવે તેવા છે.

[google_ad]

 

મામલાની ગંભીરતા સમજી આખરે આચાર્યને સસ્પેન્ડ કરી દેવાના આદેશ કરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે બીજી તરફ હાલતો આચાર્યના યુવતી સાથેના અંગત ફોટા વાઈરલ થતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે.

[google_ad]

 

ઉલ્લેખનીય છે કે, શાળા એ સરસ્વતીનું ધામ કહે છે અને શિક્ષક ગુરુ બનીને બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરે છે પરંતુ જયારે કહેવાતા ગુરુઓના આવા ફોટા અને હરકતો સામે આવે છે ત્યારે ભારતના ભવિષ્યમાં બાળકોમાં કેવું શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા હશે તેવા અણિયાળા સવાલો વાલીઓમાં મનમાં ચોક્કસ ઉઠી રહ્યા છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!