બનાસકાંઠાના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ વિવિધ માંગણીઓને લઇ આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મંગળવારે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોના વર્ષોથી પડેલા પ્રશ્નોને ઝડપી નિકાલ લાવવા માંગ કરાઇ હતી. જેમાં બનાસ નદીમાં ચેકડેમ બનાવવાના પ્રશ્નો, બાજરીને ટેકાના ભાવે ખરીદવાના પ્રશ્નો અને વીજળીના પ્રશ્નો જેવા અનેક મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પ્રશ્નો ઝડપી નિકાલ લાવવા માંગ કરાઇ હતી.

[google_ad]

જેમાં (1) બટાકામાં ભારે મંદીના કારણે એન.પી.એ. થયેલા સ્ટોરેજા પર બેંકોની તવાઇ સ્થગિત કરવા બટાકાના ખેડૂતો માટે વિચારણા કરવી.

(2) જીલ્લાભરના ખેડૂતો માટે પાણીના તળ સાચવવા માટે ત્રણેય ડેમમાંથી પાણી છોડવું નહી અને નર્મદા પાણીથી જીલ્લાભરના તળાવો ભરવા અને બનાસ નદી પર ચેક ડેમ બનાવવા, કર્માવત તળાવ તેમજ મલાણા તળાવમાં ભાળી નાખવું અને કેનાલમાં પાણી સતત ચાલુ રાખવું.

(3) ભારત માલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ ફરજીયાત બનાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને થરાદ તાલુકાના માંગરોળ તેમજ પિલુડા વચ્ચે રાજસ્થાનના વધુ પાણીની આવક હોવાથી 50 મીટર લાંબા ગાળાની વ્યવસ્થા કરવી.

[google_ad]

 

(4) વારંવાર રજૂઆતો છતાં ટ્રેક્ટર ટોલીના પાર્સીંગ અને ટેક્સ ફ્રી માટે હજુ સુધી સરકારે ધ્યાને આવેલા નથી જે સરકાર ધ્યાનમાં લઇ કામ કરવું.

(5) વાવ-થરાદ તાલુકાના નર્મદાના કમાન્ડમાં આવતાં ગામો લાભાર્થી વંચિત રહેલા હોય તેઓને સત્વરે લાભ આપો અને ગોકળ ગતિથી ચાલુ માઇનોર કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરાવવું.

[google_ad]

 

 

(6) રી-સર્વેના પ્રશ્નો નિરાકરણ કરાવવું.

(7) ટેકાના ભાવે બાજરીનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જેવા અનેક પ્રશ્નો ભારતીય કિસાન સંઘ જીલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતો એકત્રિત થઇ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેવી માંગ કરાઇ હતી.

[google_ad]

Advt

આ અંગે મેઘરાજભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લા ભારતીય કિસાન સંઘ કારોબારીની બેઠકમાં જીલ્લાભરમાં ખેડૂતોના પાણીના તળ માટેના પ્રશ્નો, બનાસ નદીમાં ચેકડેમ બનાવવાના પ્રશ્નો, બાજરીને ટેકાના ભાવે ખરીદવાના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જે બંને સાઇડે રોડ બનાવવાના હોય નાણાંની વ્યવસ્થા કરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી તેમજ બટાકાના ભાવે મંદી ચાલી રહી છે.

જેવા અનેક મુદ્દાઓ કલેક્ટરને આપી અહીં અમે કલેકટર કચેરીએ પહોંચ્યા છીએ અને કલેક્ટરને વિનંતી કરીએ આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.’

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!