કુંભાસણ રોડ પર એક્ટિવા સ્લીપ ખાતા ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

ચડોતરથી ગઢ સુધી તાજેતરમાં જ નવીન રોડ બનાવ્યા બાદ રોડની બંને સાઈડેથી કાંકરી ના હટાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે. 2 દિવસ પહેલાં કુંભાસણ ગામનાં પાટિયા નજીક પાલનપુરથી સૂંઢા જતાં હરિભાઈ મગનભાઈ વોરાની આંખમાં કાંકરી ઉડતાં એક્ટીંવા પરનો કાબૂ ગુમાવ્યો હતો.

[google_ad]

જેથી એક્ટિવા સ્લીપ થતા હરિભાઈ વોરા બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાયા હતા જેમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108ની મદદથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

[google_ad]

જ્યાં 2 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનું પરિવારોજનો આક્ષેપો કરી રહ્યા છે. રોડ બનાવ્યા બાદ બંને સાઈડની કાંકરી દૂર ના કરાતા વધુ અકસ્માત સર્જાવાની પણ ભીતિ લોકો સેવી રહ્યા છે નવીન માર્ગની સુવિધા પહેલાં એક પરિવારના મોભીનો જીવ આ રોડે લીધો છે. ત્યારે કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે લોકોમાં નારાજગીના સુર ઉઠ્યા છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!