ડીસા: છેલ્લા 12 વર્ષથી તમિલનાડુની મહિલા પોતાના પતિ સાથે ટ્રક લઈને બટાટા ભરવા માટે આવે છે ડીસા

- Advertisement -
Share

આમ તો આજે સામાન્ય રીતે મહિલાઓ મોટાભાગે ઘરકામ સાથે સંકળાયેલી હોય છે પરંતુ તમિલનાડુની એક મહિલા છેલ્લા 12 વર્ષથી ટ્રક લઈ ગુજરાતમાં સહિત અલગ અલગ રાજ્યમાં ટ્રક મારફતે માલસામાનની હેરાફેરી કરી રહી છે.

[google_ad]

 

આમ તો દર વર્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓનું મનોબળ વધે તે માટે મહિલા સશક્તિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જે અંતર્ગત દર વર્ષે અનેક મહિલાઓ પ્રગતિના પંથે જઇ રહી છે આજે મોટાભાગની મહિલાઓ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલી છે. ખાસ કરીને આજે મહિલાઓ પુરુષો સમોવડી બને તે માટે મહિલાઓ પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરી રહી છે.

[google_ad]

જે પ્રમાણે દિવસે – દિવસે ટેકનોલોજી યુગ વધી રહ્યો છે તે પ્રમાણે મહિલાઓ પણ દેશના ટેકનોલોજી યુગ સાથે જોડાઈ આજે દેશનું નામ રોશન કરી રહી છે. સામાન્ય રીતે મહિલાઓ ઘરનાં કામોમાં વ્યસ્ત રહેતી હોય છે પરંતુ આજે જે પ્રમાણે દેશ પ્રગતિના પંથે જઇ રહ્યો છે તે પ્રમાણે આજના યુગની મહિલાઓ વિવિધ ક્ષેત્રે અનેક વ્યવસાય સાથે પુરુષોની સન્માન જોડાઈ રહી છે.

[google_ad]

ત્યારે વાત કરવામાં આવે તો તમિલનાડુ ખાતે રહેતી જ્યોતિમની નામની મહિલા છેલ્લા 12 વર્ષે પોતાના પતિની ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે આ મહિલા 12 વર્ષથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રક મારફતે માલસામાનની હેરાફેરી કરી રહી છે.

[google_ad]

 

પોતાની ટ્રકમાં સંપૂર્ણપણે રસોડું પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી તમિલનાડુથી નીકળેલી ટ્રક અન્ય રાજ્યોમાં લઈને જાય ત્યારે જમવાની કોઈ તકલીફ ન પડે આમ છેલ્લા 12 વર્ષથી આ મહિલા પોતાના પતિની સાથે તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં ટ્રક મારફતે સફર કરી છે. ત્યારે તમિલનાડુની જ્યોતિમની નામની મહિલા છેલ્લા 12 વર્ષથી પ્રકાશ ફેલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

[google_ad]

 

તમિલનાડુથી ખાલી ટ્રક લઈને નીકળેલી આ મહિલા 3 દિવસ બાદ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને જે ડીસા ખાતે છેલ્લા 12 વર્ષથી શાકભાજી કરિયાણું અને ખાસ કરીને ડીસાના બટાટા ભરવા માટે આવે છે. ત્યારે આજે આ મહિલા ડીસાના શિવ શંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે પોતાની ટ્રક લઈને પોતાના પતિ સાથે પહોંચી હતી.

[google_ad]

 

જ્યાં આ મહિલાએ પોતાની ટ્રકનાં 500 ટન બટાટા ભર્યા હતા અને સંપૂર્ણ જવાબદારીથી આ મહિલા છેલ્લા 12 વર્ષથી સુરક્ષિત રીતે ટ્રક ચલાવી રહી છે પોતાના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવતી આ મહિલાનું માનવું છે કે પોતાના પતિને અન્ય કોઈ માણસ પૈસાથી ન રાખવો પડે તે માટે પોતે પોતાના પતિ પાસેથી ટ્રક ચલાવવાનું શીખી હતી અને આજે છેલ્લા 12 વર્ષથી પોતાના પતિની સાથે રાત – દિવસ ટ્રક ચલાવી પોતાના પતિને મદદરૂપ બની રહે છે.

[google_ad]

આમ તો આપણે જોઈએ છીએ કે મોટાભાગે ટ્રક એ પુરુષો ચલાવતા હોય છે પરંતુ આજે તમિલનાડુથી એક મહિલા બટાકા ભરવા માટે ટ્રક લઈને ડીસા શિવ શંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે પહોંચી હતી જ્યાં મહિલાને ટ્રક ચલાવતા જોતા લોકો પણ આશ્ચર્યમાં પડ્યા હતા અને જ્યાં ટ્રક લઈને મહિલા પહોંચે ત્યાં લોકો મોટી સંખ્યામાં મહિલાને જોવા માટે ઉમટી પડ્યા હતા.

[google_ad]

 

ડીસા ખાતે પહોંચેલી આ મહિલા છેલ્લા 12 વર્ષથી ડીસાના શિવ શંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે વર્ષમાં 15 વખત બટાટા ભરવા માટે આવે છે અને બટાટા ભરીને તમિલનાડુ ચાર દિવસે પહોંચે છે ત્યારે આ અંગે કોલ્ડ સ્ટોરેજના માલિક બાબુભાઈએ જણાવ્યું હતું કે, અમારા કોલ્ડ સ્ટોરેજ પર આ મહિલા છેલ્લા 12 વર્ષથી બટાટા ભરવા માટે આવે છે અને ટ્રકમાં બટાટા ભરીને તે અલગ-અલગ રાજ્યોમાં બટાટા મોકલે છે ત્યારે જે પ્રમાણે દિવસેને દિવસે પુરુષોની સરખામણીમાં આજે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે વ્યવસાય સાથે જોડાઈ સારી એવી કમાણી કરી રહી છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!