જયપુરમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત લોકો પર વીજળી પડી, 11 લોકોનાં મોત

- Advertisement -
Share

લગભગ દેશભરમાં ચોમાસુ ફરી સક્રિય થઈ ગયું છે. ત્યારે રાજસ્થાનથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જયપુર નજીક આવેલા આમેરમાં વીજળી પડવાની ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ પુરા પંથકમાં હાહાકાર મચી ગયો છે.

[google_ad]

ફાઈલ ફોટો

[google_ad]

હવામાનમાં અચાનક પરિવર્તન અને વરસાદ બાદ રવિવારે જયપુરમાં આમેર પહોંચતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. વોચ ટાવર નજીક અચાનક વીજળી પડતાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્યારે, આશરે 11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે લોકો વોચ ટાવર નજીક સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા.

[google_ad]

ફાઈલ ફોટો

[google_ad]

વરસાદ જુદા જુદા વિસ્તારોમાં પડે તેવી વકી છે. ચોમાસું ફરી સક્રિય થતા જગતાના તાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ નીચે વર્ણવેલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

[google_ad]

હવામાન વિભાગના વર્તારા મુજબ રવિવારે નવસારી,વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુકર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. જોકે, પૈકીના કેટલાક જિલ્લામાં આજે વરસાદ નોંધાયો છે.

 

ફાઈલ ફોટો

[google_ad]

સોમવારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, આણંદ, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા અને ભરૂચ નર્મદામાં વરસાદ પડી શકે છે.

[google_ad]

આ આગાહીમાં આગળજતા મંગળવારે રાજ્યના સુરત નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીરસોમનઆથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!