પછાત ગણાતા બનાસકાંઠામાં ખેડૂતોએ ખેતીમાં ગજબની પ્રગતિ કરી : ડ્રોન વડે દવા છાંટવાની કામગીરી કરી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ગજબની પ્રગતિ કરી છે અને પોતાની કોઠા સૂજથી દિવસેને દિવસે ખેતીને સરળ બનાવી વિકસિત ખેતી કરી રહ્યા છે.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પછાતપણાનું કલંક વેઠી રહેલા આ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીનો વ્યવસાય છે અને મોટી સંખ્યામાં લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાના લીધે ખેતીમાં પાણીનો ઉપયોગ પર કરકસરથી કરવામાં આવતો હોય છે.

[google_ad]

આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે છે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકશાન થાય છે અને ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતાં હોય છે.

[google_ad]

ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતે ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો અને જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થઈ શકે તો ખેતી કેમ ના થઈ શકે તે વિચારને પગલે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો અને અત્યારે આ ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યો છે.

[google_ad]

કનવરજી વાધણિયાએ જણાવ્યુ હતું કે, ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે.

[google_ad]

પછાત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે આધુનિકતાના રંગે રંગાઈને ખેતીમાં અવનવી ક્રાંતિ સર્જી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યચકિત કરી નાંખે તેમ છે. ત્યારે ડીસા તાલુકાનાં રાણપુર ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા આધુનિક પ્રયાસને નિહાળવા માટે આજે આજુ બાજુના ખેડૂતો અને ડીસાના ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા અને આ ખેડૂતની ખેત પધ્ધતિથી પ્રભાવિત જોવા મળ્યા હતા.

 

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!