છાપીમાં નવીન બનેલ બ્રિજમાં ઉંટના પગ ફસાયા હોવાનો દર્દનાક વિડીયો થયો વાઈરલ

- Advertisement -
Share

છાપી ખાતે નવીન બનેલ બ્રિજ પર અબોલ પશુનો દર્દભરયો વિડીયો વાયરલ થયો છે. સોસીયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો છાપી ગામનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં છાપી ખાતે બનાવેલ નવીન બ્રિજ પર એક ઊંટ લારી પસાર થઇ રહી હતી તે સમયે ઊંટના પાછળના બે પગ બ્રિજની એંગલની ગેપમાં ફસાઈ જતા ઊંટ લારીનો માલિક પણ ગભરાઈ ગયો હતો.

[google_ad]

આ ઘટના બનતા આજુબાજુના વાહન ચાલકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અબોલ પશુના બે પગ બ્રિજની એંગલની વચ્ચે ફસાઈ જતા લોકોએ પણ ભારેજહેમત બાદ ઊંટના પાછળના બે પગ બ્રિજની એંગલની ગેપમાંથી બહાર નિકાળવામાં આવ્યા હતા.

ઉંટને આ દર્દમાંથી છુટકારો અપાવ્યો હતો. પરંતુ આ ઘટના બનતા અમુક લોકો દ્વારા આ ઘટનાનો વિડીઓ સોસીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ અબોલ જીવનો દર્દભર્યો વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓની લાગણી પણ દુભાઈ હતી.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!