ફેન્સ ઈન્ડિયન ટીમની સુપરવુમનના ક્રિકેટિંગ સ્કિલ્સ સાથે તેના ગ્લેમરસ લુકના પણ દીવાના, કરિયર ગ્રાફ સહિત જુઓ તેની વાઇરલ તસવીરો

- Advertisement -
Share

ઇંગ્લેન્ડ સામેની પહેલી T-20 મેચમાં હરલીન દેઓલે પ્રશંસનીય કેચ પકડ્યો હતો. તેનો ફ્લાઇંગ કેચ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા ભલે 18 રનથી મેચ હારી ગઈ હતી, પરંતુ આ સિરીઝથી મહિલા ટીમની ક્વોલિટી ઓફ ગેમની પ્રશંસા થઈ રહી છે. હરલીન દેઓલ પોતાના ટેલન્ટની સાથે ગ્લેમરસ લુકથી પણ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે. તો ચલો, આપણે રાઇઝિંગ સ્ટાર હરલીનની વાઇરલ તસવીરો અને કરિયર ગ્રાફ જોઇએ.

[google_ad]

 

હરલીનના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત

ક્રમ ડેબ્યુ ફોર્મેટ વિરુદ્ધ વર્ષ
1 વનડે ઇંગ્લેન્ડ 22 ફેબ્રુઆરી 2019
2 T-20 ઇંગ્લેન્ડ 4 માર્ચ 2019

[google_ad]

 

હરલીન દેઓલનો જન્મ 21 જૂન 1998ના રોજ ચંડીગઢમાં થયો હતો. હરલીન ચંડીગઢની બીજી મહિલા ક્રિકેટર છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈન્ડિયન ટીમ માટે રમે છે. તે 12 વર્ષની હતી ત્યારથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી રહી છે. હરલીન પહેલાં ચંડીગઢની તાનિયાએ ઈન્ડિયન ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

[google_ad]

 

હરલીને પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત ચંડીગઢથી કરી હતી, પરંતુ વધુ તક મળે એ માટે તે હિમાચલ પ્રદેશ જતી રહી હતી. હરલીનનું નિકનેમ ‘હેરી’ છે. તે રાઇટ હેન્ડ બેટ્સમેન છે.

[google_ad]

 

હરલીને 2015માં ઈસ્ટ ઝોન સામે 116 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેને કારણે ઇન્ટર્નલ ઝોનમાં તેની સારી છબિ બહાર આવી હતી અને પછી તેને આંતરરાષ્ટ્રીય ટીમમાં પણ રમવાની તક મળી હતી.

[google_ad]

 

 

હરલીને 22 ફેબ્રુઆરી 2019એ વનડે ફોર્મેટમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.

[google_ad]

 

હરલીને 4 માર્ચ 2019એ ઇંગ્લેન્ડ સામે T-20 ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. આ ફોર્મેટમાં હજુ તેણે 10થી વધુ મેચ જ રમી છે, જેમાં 1 અર્ધસદી નોંધાવી છે.બોલિંગ દરમિયાન હરલીને T-20 ફોર્મેટમાં કુલ 10થી વધુ મેચમાં 6 વિકેટ ઝડપી છે.

[google_ad]

 

હરલીન સચિન તેન્ડુલકર અને શેન વોર્નને પોતાના આદર્શ માને છે. હરલીન પણ રાઇટ હેન્ડ બેટ્સમેન છે અને શેન વોર્નની જેમ ક્યારેક ક્યારેક લેગ સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!