ડીસામાં માતા અને પુત્ર પર હુમલો કરાયો : એક શખ્સ વિરુધ્ધ ફરિયાદ

- Advertisement -
Share

છેલ્લા ઘણા સમયથી ડીસા પંથકમાં મારામારીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય બોલાચાલીમાં પણ લોકો ઉશ્કેરાઇ જઈને ગુનાખોરોને અંજામ આપી રહ્યા છે. ત્યારે શુક્રવારે ફરીથી એક મારામારીની ઘટના ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં બની હતી. જેમાં સિંધી કોલોની વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગુલાબજી ઠાકોર રાત્રે જમ્યા બાદ પોતાના ઘરની આગળ ખાટલો વસાવીને સુતા હતા.

[google_ad]

 

તે દરમિયાન નિકુંજકુમાર રાજુભાઈ લુહાર ફરિયાદીના ઘરની આગળ પથરો ફેંકતા હોય ફરિયાદી દ્વારા નિકુંજકુમારને ઠપકો આપતા નિકુંજકુમાર લુહાર અચાનક ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીના પુત્ર આકાશકુમારને ગડદાપાટુનો મારમાર મારતાં આકાશકુમારની દાદી દલુબેન છૂટા પડાવા જતાં દાદી દલુબેનને પણ નિકુંજકુમાર લુહાર દ્વારા લોખંડની પાઇપ લઈને ફરીયાદીની માતાને જમણા પગે અને સાથળ ભાગમાં પગમાં લોખંડની પાઈપો મારતાં માતા દલુબેન અચાનક નીચે પડી ગયા હતા તેમજ બચાવા માટે લોકોને મદદ માંગી હતી. આજુબાજુમાંથી લોકો ભેગા થઇ જતાં માતા અને પૌત્રને બચાવી લીધા હતા.

[google_ad]

 

 

ઇજાગ્રસ્ત માતાને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ ફરિયાદી રમેશભાઇ ગુલાબજી ઠાકોર દ્વારા નિકુંજકુમાર લુહાર સામે પોતાની માતા અને પુત્રને મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

[google_ad]

ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદ નોંધી નિકુંજકુમાર લુહાર નામના શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે હુમલો કરનાર શખ્સ સામે દક્ષિણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ફરીયાદી દ્વારા માંગ કરાઇ હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!