લાખણીના કુડાથી કોટડા સુધી કરોડોના ખર્ચે બનેલા નવિન રોડમાં ભ્રષ્ટાચારની બૂ

- Advertisement -
Share

લાખણી તાલુકાના કુડાથી કોટડા સુધી એક વર્ષ પહેલાં ડામરવાળો પાકો રસ્તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવિન રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેમાં 5 કિલોમીટરના રસ્તામાં રૂ. 2.50 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઇ હોવા છતાં પણ કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કામ કરી પુરૂ કરી દીધું છે.

[google_ad]

જોકે, ડામરના પોપડા ઉખડીને ખખડધજ થવા લાગ્યા છે. ત્યારે માત્ર 20 દિવસ પહેલાં જ કામ પૂર્ણ કરી દેવાયું હતું. હવે ધીમે ધીમે નાના-મોટા વાહનોની અવર-જવર વધતાં રોડના પોપડાઓ ઉખડવા લાગ્યા છે અને રોડની સાઇડમાં તિરાડો પણ પડી ગઇ છે. કોન્ટ્રાક્ટરે આટલી મોટી હલકી ગુણવત્તા રાખી રોડનું કામ ભંગાણ જેવો બનાવતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

[google_ad]

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં નવા રોડ અને રસ્તાઓ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની કામગીરી કોન્ટ્રાક્ટરોને સોંપી દેતાં હોય છે. હાલમાં કોન્ટ્રાક્ટરો નવા રોડ અને રસ્તાઓ બનાવતી વખતે જે ગ્રાન્ટ સરકાર ફાળવે તે તેનાથી હલકી ગુણવત્તાવાળુ કામ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે પ્રકાશમાં આવ્યું છે.

[google_ad]

ત્યારે બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના કુડાથી કોટડા સુધી 1 વર્ષ પહેલાં ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગે રૂ. 2.50 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. ત્યારે માત્ર 5 કિલોમીટરના અંતરમાં આટલી મોટી ગ્રાન્ટ ફાળવણી કરાઇ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાવાળુ કામ કરી દીધું છે.

[google_ad]

[google_ad]

ત્યારે માત્ર 20 દિવસ પહેલાં જ કામ પૂર્ણ કરી દેવાયું હતું. હાલમાં આ નવિન રોડના પોપડા ઉખડવાની શરૂઆત થઇ ગઇ છે. તો કોન્ટ્રાક્ટરે કઇ રીતે કામ આ રોડનું કામ કર્યું છે હજી તો માત્ર ૨૦ દિવસ વિત્યા છે. હવે ધીમે ધીમે નાના-મોટા વાહનોની અવર-જવરની શરૂઆત થઇ ગઇ છે.

[google_ad]

ત્યારે નવિન રોડના પોપડા ઉખડીને બહાર આવી ગયા છે અને રોડની સાઇડમાં તિરાડો પણ પડી ગઇ છે. પોપડા ઉખડવાથી નવિન રોડ ઉબડ-ખાબડ બની ગયા જેવી પરીસ્થિતિ વણસી રહી છે. નવિન રોડના પોપડા ઉખડતાં અવર-જવર કરતાં નાના-મોટા વાહનોમાં અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. જેથી આ નવિન રોડમાં કેટલી ગેરરીતી કોન્ટ્રાક્ટરે આચરી હશે તે તપાસ થયા બાદ જાણી શકાશે.

[google_ad]

[google_ad]

ત્યારે રસ્તાની કામગીરીમાં કેટલી ગેરરીતી થઇ હશે. જેનો અંદાજ પણ સ્થાનિક લગાવી શકતા નથી. ગેરરીતી કેમ થઇ પણ આટલા મોટા પ્રમાણમાં ગેરરીતી કઇ રીતે થઇ એ સવાલ ચર્ચાના ચકડોળે છે. આ અંગે ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરવાના મૂડમાં છે. ત્યારે રજૂઆત બાદ રસ્તા બાબતે કેટલી ગેરરીતી થયાની વાત તંત્ર સ્વીકારે છે અને કેવા પગલાં લેવાય છે તે જાણી શકાશે.

[google_ad]

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘લાખણી તાલુકાના કુડાથી કોટડા સુધી 1 વર્ષ પહેલાં ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગે રૂ. 2.50 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી.

[google_ad]

ત્યારે માત્ર 5 કિલોમીટરના અંતરમાં આટલી મોટી ગ્રાન્ટ ફાળવણી કરાઇ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાવાળુ કામ કર્યું છે. આ કોન્ટ્રાક્ટર રોડ બનાવવામાં કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો તે કેટલી વાપરી ચૂક્યા તે તપાસ થયા બાદ જ જાણી શકાશે. જેથી આ હલકી ગુણવત્તાવાળી રોડની કામગીરીથી ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.’

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!