પાલનપુરમાં સ્કુલની ફીની લાલશાએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું : કોરોનામાં ફી ન ભરી શકતાં 6 વિદ્યાર્થીનું ધોરણ 10નું પરિણામ ન આવ્યું

- Advertisement -
Share

પાલનપુર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા છ વિદ્યાર્થીઓ કોરોનાની મહામારીના કારણે શાળા તેમજ બોર્ડની ફી ન ભરી શકતા શાળા દ્વારા તે વિદ્યાર્થીઓના બોર્ડના ફોર્મ ન ભરતા વિદ્યાર્થીઓનું પરિણામ ન આવતા 6 વિદ્યાર્થીઓની એક વર્ષની મહેનત પાણીમાં ગઇ હતી. જેથી વિદ્યાર્થીઓએ શાળા સામે આક્રોસ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

પાલનપુર જીઆઇડીસી વિસ્તારમાં શક્તિ વિદ્યાલય આવેલી છે.જેમાં ધોરણ-1 થી 10 ચાલે છે. ગત વર્ષે શક્તિ વિદ્યાલયમાં ધોરણ 10માં કુલ-41 વિદ્યાર્થીઓ હતા.જેમાંથી 6 વિદ્યાર્થીઓના વાલીઓ કોરોનાની મહામારીના કારણે બાળકોની ફી ભરી શક્યા ન હતા. જેથી શાળા દ્વારા તેવા વિદ્યાર્થીઓના ફોર્મ ભરી ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવ્યા ન હતા.જેથી ફી ન ભરવાના કારણે ફોર્મ ન ભરાતા તેવા વિદ્યાર્થીઓનું પરિણામ ન આવતા તેમની એક વર્ષની મહેનત કરેલી માથે પડી હતી.જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા શાળા સામે આક્રોસ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

[google_ad]

આ અંગે પ્રિન્સીપાલ સી. એલ. નાઇએ જણાવ્યું હતુ કે, ધોરણ દસમાં 41 વિદ્યાર્થીઓ હતા.જેમાંથી 6 વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાની તેમજ બોર્ડની ફી ભરી ન હતી.જેની અવાર-નવાર નોટીસો આપી જાણ પણ કરવામાં આવી હતી.પરંતુ બોર્ડની ફી સમય મર્યાદામાં ન ભરતા તેમના ફોર્મ ભરાયા ન હતા.જેથી તેમનું પરિણામ આવ્યુ નથી.

[google_ad]

‘શક્તિ વિદ્યાલય દ્વારા અમારી પાસે રૂ.5500 ફી માગવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે અમે શાળાની ફી ભરી શકીએ તેવી સ્થિતી ન હતી.અમે શાળામાં જઇ ફોર્મ પણ ભરી સહી કરી હતી પરંતુ અમે શાળાની ફી ન ભરી શકતા અમારા ફોર્મ બોર્ડમાં મોકલવામાં ન આવતા અમારૂ ભાવિ સાથે શાળા દ્વારા ચેડા કરવામાં આવ્યા છે. અમે પોલીસ તેમજ શિક્ષણ ખાતામાં રજૂઆત કરીશું.

[google_ad]

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!