ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર અને ગાયિકા સાંત્વની ત્રિવેદીના ગીત ‘આત્માની ઓળખ’ને મળી રહ્યો છે બહોળો પ્રતિશાદ

- Advertisement -
Share

પ્રાચીન ભજન આત્માની ઓળખને નવા સંગીત સાથે યુવાનોમાં મળી નવી ઓળખ.

 

ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા રજુ કરવામાં આવ્યું પ્રાચીન ભજન લોકોએ ખુબ જ વધાવ્યું.

ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણ અને સંગીતકાર રાહુલ મુંજારિયા એ જીવંત કર્યું પ્રાચીન ભજન આત્માની ઓળખ.

[google_ad]

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મલ્હાર ઠાકરને લઈને ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણે ગજરાતી પ્રાચીન ભજન આત્માની ઓળખ થોડા સમય પહેલા ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો ચેનલ પર લોન્ચ કર્યું હોવાનું જણાય છે.

[google_ad]

યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીના અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને પસંદ આવે એવા સંગીત સાથે યુવાનોમાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીત આત્માની ઓળખ પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો ધ્વારા રજુ કરવામાં આવ્યું છે. ઉપરાંત મિરાબાઈએ પણ આ ગીતને પ્રસ્તુત કર્યાની લોક વાયીકા છે. 84 લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” એવા અનેક વિષય આ ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

[google_ad]

આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોક પ્રિય બની રહ્યું છે. સંગીત કલાકાર રાહુલ મુંજારિયા એ મલ્હાર ઠક્કર જેવા ખુબ પરિપક્વ અભિનેતાએ પોતાના અભિનયથી આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન ગીતોથી લોક પ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા આ ગીતને મધુર આવાજ દર્શાવવામાં આવ્યું.

[google_ad]

આ ગીતને ફિલ્માંકન કરવામાં આવ્યું ઝીઝુંવાડા ગામમાં જ્યાં ના લોકોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો. જે રીતે આ ગીતને લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે એ મુજબ આ ગીત ઘણા રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.

ગીતની ક્રેડિટ્સની વાત કરીએ તો, હિરેન દોશી દ્વારા દિગ્દર્શિત, જીગર ચૌહાણ દ્વારા આ ગીતનું નિર્માણ કરવામાં આવ્યું છે, સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે અને અવાજ સાંત્વની ત્રિવેદીએ આપ્યો છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!