ભાભરમાં જાહેરમાં મેડીકલ સ્ટોર્સ અને હોસ્પિટલમાંથી મેડીકલ વેસ્ટ ફેંકાતાં રોગાચાળાની દહેશત

- Advertisement -
Share

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ભાભરમાં જાહેર માર્ગ પર મેડીકલ સ્ટોર્સ અને હોસ્પિટલના તબીબો દ્વારા મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવતાં ઢગલા ખડકાયા છે. હાલમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

[google_ad]

 

ત્યારે ઢગલાઓ દુર્ગંધ મારતાં લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકનાર મેડીકલ સ્ટોર્સ અને તબીબો સામે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

[google_ad]

ભાભરમાં આવેલ મોડલ શાળાની નજીક જાહેરમાં મેડીકલ સ્ટોર્સ અને હોસ્પિટલના તબીબો દ્વારા મેડીકલની દવાઓ અને વેસ્ટ ડેટ પૂરી થઇ ગઇ દવાઓ આરોગ્ય વિભાગની જાણ વગર કચરા સાથે જાહેરમાં ફેંકવામાં આવી રહી છે. જાહેરમાં મેડીકલ વેસ્ટને કારણે આજુબાજુ રહેતાં લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.

[google_ad]

 

જ્યારે જાહેરમાં મેડીકલ વેસ્ટના ઢગલાઓ ખડકી દેવામાં આવ્યા છે. ઢગલાઓ દુર્ગંધ મારતાં હોઇ લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. જ્યારે જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકતાં પસાર થતાં લોકો અને આજુબાજુમાં રહેતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકનાર મેડીકલ અને હોસ્પિટલના તબીબો સામે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

[google_ad]

આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે, ‘મેડીકલ સ્ટોર્સ અને હોસ્પિટલના તબીબો દ્વારા મોડલ શાળાની નજીક જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકતાં પસાર થતાં લોકો અને આજુબાજુમાં રહેતાં લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. મેડીકલ વેસ્ટ ફેંકનાર મેડીકલ અને હોસ્પિટલના તબીબો સામે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.’

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!