વિન્ડોઝ 11 ઓક્ટોબર 2021 સુધી મળવા લાગે તેવી શક્યતા

- Advertisement -
Share

માઇક્રોસોફ્ટ કંપનીએ નવેમ્બર 1985માં એટલે કે લગભગ 35 વર્ષ પહેલાં, કમ્પ્યૂટર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિન્ડોઝનું પહેલું વર્ઝન લોન્ચ કર્યું હતું. ઓક્ટોબર 2014માં વિન્ડોઝ 10 આવ્યું અને હવે 6 વર્ષ પછી, ઓક્ટોબર 2021 સુધીમાં આપણને વિન્ડોઝ 11 મળવા લાગે તેવી શક્યતા છે.નવા સમય અનુસાર, આ નવા વર્ઝનમાં યૂઝર ઇન્ટરફેસ વધુ સરળ બનાવાયો છે, સ્ટાર્ટ બટન અને સ્ટાર્ટિંગ એપ્સ હવે સેન્ટરમાં આવી ગઈ છે, નવો વિન્ડોઝ સ્ટોર છે, પર્ફોર્મન્સમાં ઘણા સુધારા છે, માઇક્રોસોફ્ટ ટીમ્સનું વધુ ટાઇટ ઇન્ટિગ્રેશન છે અને ખાસ તો, એન્ડ્રોઇડ એપ્સ રન કરવા માટેનો સપોર્ટ પણ છે!

[google_ad]

 

જો તમારા પીસી-લેપટોપમાં વિન્ડોઝ 10નું ઓફિશિયલ વર્ઝન હોય અને 11ની જરૂરિયાતો પૂરી થતી હોય ,તો તમને આ નવું વર્ઝન મફતમાં મળશે. એ સિવાય, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરથી નવાં ખરીદેલાં કેટલાંક લેપટોપમાં વિન્ડોઝનું આ નવું વર્ઝન સામેલ હોય એવી શક્યતા છે. આવતા મહિનાથી, ફક્ત ટેસ્ટિંગના હેતુથી તેનું ફ્રી બીટા વર્ઝન ઉપલબ્ધ થઈ જાય એવી શક્યતા છે, પણ તમે જાણકાર હો અને વધારાનું પીસી હોય તો જ તેમાં તેની અજમાયશ કરી જોશો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!