થરાદ માર્કેટયાર્ડ આગળથી ઇકો ગાડીમાં વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

થરાદ પોલીસની ટીમને ઇકો ગાડી વિદેશી દારૂ ભરીને આવવાની બાતમી મળતાં નારોલી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ઇકો ગાડી પસાર થતાં તેને રોકાવવા ઇશારો કરતાં ઇકોના ચાલકે ગાડી રોકી નહી થરાદ તરફ ભગાડી મૂકી હતી. જેમાં થરાદ માર્કેટયાર્ડ આગળ આવતાં વાહનોનું ટ્રાફીક હોઇ ગાડીનો ચાલક અને બાજુની સીટ પર બેઠેલ શખ્સ ચાલુ ગાડીએ ફરાર થવા જતાં પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. જેમાં વિદેશી દારૂ અને બિયરની કાચની કુલ બોટલ નંગ-556 કિંમત રૂ.51,520, ગાડી અને અન્ય મળી કુલ કિંમત રૂ.3,62,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી થરાદ વિભાગના પોલીસ મદદનીશ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે નારોલી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતાં ઇકો ગાડી નં. GJ-01-RG-9803 તેને રોકાવવા ઇશારો કરતાં ઇકોના ચાલકે ગાડી રોકેલ નહી અને થરાદ તરફ ભગાડી મૂકતાં થરાદ માર્કટયાર્ડ આગળ આવતાં રાહદારી વાહનોનું ટ્રાફીક હોઇ ગાડીનો ચાલક અને તેની બાજુની સીટ પર બેઠેલ શખ્સ ગાડી ચાલુ હાલતમાં મૂકી ભાગવા જતાં પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.

[google_ad]

જે ગાડીના ચાલક પિયુષભાઇ નાગજીભાઇ ત્રિવેદી (રહે. નારોલી, તા.થરાદ) અને તેની સાથેનો બીજા શખ્સ ઇશ્વરસિંહ જવાનસિંહ ચૌહાણ (દરબાર) (રહે. નારોલી, તા.થરાદ) વાળાઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં વિદેશી દારૂ અને બિયરની કાચની કુલ બોટલ નંગ-556 કિંમત રૂ.51,520, ગાડી અને અન્ય મળી કુલ કિંમત રૂ.3,62,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!