Vi એ લોન્ચ કર્યો 99 અને 109 રૂપિયાવાળો પ્લાન, એરટેલ અને જીયોને આપશે ટક્કર

- Advertisement -
Share

રિલાયન્સ જીયો અને એરટેલને ટક્કર આપવા માટે વોડાફોન-આઈડિયાએ સસ્તી કિંમતના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે.

ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા એ પોતાના યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. લોન્ચ થયેલા પ્લાન 99 અને 109 રૂપિયાના છે. કંપની આ પ્લાનમાં યૂઝર્સને બેસ્ટ બેનિફિટ ઓફર કરી રહી છે. બન્ને પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે ડેટાનો ફાયદો મળી રહ્યો છે. Vi નો આ પ્લાન રિલાયન્સ જીયોના 98 રૂપિયા અને એરટેલના 129 રૂપિયાવાળા પ્લાનને ટક્કર આપશે. આવો વિગતવાર જાણીએ Vi ના નવા પ્લાનમાં મળનારા બેનિફિટ વિશે.

 

[google_ad]

Vi નો 98 રૂપિયાવાળો પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની 1જીબી ડેટા આપી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં ફ્રી એસએમએસનો લાભ મળશે નહીં.

[google_ad]

વોડાફોન-આઈડિયાના 109 રૂપિયાવાળો પ્લાનમાં તમને 20 દિવસની વેલિડિટી મળશે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં પણ 1 જીબી ડેટા મળશે. પ્લાનના સબ્સક્રાઇબર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલ કરી શકે છે. પ્લાનમાં કંપની ફ્રી એસએમએસનો લાભ આપી રહી નથી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!