કોરોના કાળમાં માતા-પિતાને ગુમાવનાર બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના : જીલ્લામાં 21 બાળકોને લાભ અપાયો

- Advertisement -
Share

કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ‘મુખ્યમંત્રી બાળ સેવા’ યોજના અમલી બનાવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સમયગાળા દરમ્યાન અનાથ બનેલા 21 બાળકોને દર મહિને રૂ. 4,000/-ની સહાયના આદેશ તેમના પાલક માતા-પિતાને કલેકટર આનંદ પટેલના હસ્તે આપવામાં આવ્યાં હતાં.

[google_ad]

 

પાલનપુર તાલુકાના દેવપુરા ગામના કલ્પેશકુમાર કર્ણાવતનું અવસાન તા. 20 એપ્રિલ-2021 અને તેમના પત્નીનું તા.26 એપ્રિલ-2021ના રોજ અવસાન થતાં માત્ર 6 દિવસના ટુંકાગાળામાં તા.23 એપ્રિલ-2021ના રોજ જન્મેલા જુડવા બાળકો માનવ અને માનવીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. માતા-પિતાની ઓથ ગુમાવનાર કુમળા ફુલ જેવા અનાથ બાળકોના મોટા પપ્પા હિતેન્દ્રકુમાર કર્ણાવત અને તેમના પત્ની આ બાળકોનું લાલન-પાલન સાર-સંભાળ લઇ ઉછેરી રહ્યાં છે.

[google_ad]

 

આ અનાથ બાળકો પ્રત્યે સંવેદના પ્રગટ કરતાં બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં અમુક કમનસીબ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે એને પુરી કરી શકાય તેમ તો નથી પરંતુ આવા અનાથ બાળકોને સુરક્ષા પુરી પાડવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે.

[google_ad]

 

આ યોજના અંતર્ગત એવા બાળકોને આર્થિક સહાય પ્રતિ માસ રૂ.4000/- આપવામાં આવશે. આર.ટી.ઇ. હેઠળ પણ આવા બાળકોને આવરી લઇ તેમના શિક્ષણની સુવિધા સુનિશ્વિત કરવામાં આવી છે.

[google_ad]

તેમણે કહ્યું કે, જે બાળકના માતા-પિતા બન્ને કોરોનાના સમયગાળા દરમ્યાન (કોરોના સમયગાળો એટલે માર્ચ-2020થી કોરોના મહામારીના અંત સુધીનો સમયગાળા)માં દુઃખદ અવસાન પામ્યા હોય તેમના નિરાધાર બાળકને અથવા જો બાળકના એક વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમ્યાન અવસાન પામ્યા હોય તો તેવા કિસ્સામાં નિરાધાર થયેલ બાળકને આ યોજનામાં માસિક રૂ.4000/-ની સહાય બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર થાય છે. બાળક જે મહિનામાં અનાથ થયું હોય તે મહિનાથી આ સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર છે.

[google_ad]

આ યોજનાનો લાભ ચાલુ હોય અને તે બાળક 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેવા બાળકને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજના અંતર્ગત દર મહિને રૂ. 6000/- મુજબ આવક મર્યાદાના બાધ સિવાય 21 વર્ષની ઉંમર સુધી સહાય મળવાપાત્ર છે. તથા 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક/યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા 24 વર્ષની ઉંમર પુરી થાય એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના અંતર્ગત દર મહિને રૂ. 6000/- મુજબ 24 વર્ષ સુધી લાભ આપવામાં આવશે.

[google_ad]

 

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગેની વધુ માહિતી અને યોજના વિશે માર્ગદર્શન મેળવવા માટે બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ, સેવા સદન-2, બ્લોક નં. 34-35, જોરાવર પેલેસ કંમ્પાઉન્ડ, પાલનપુર, બનાસકાંઠાનો સંપર્ક કરવા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. જોષી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા. નરેશ મેણાતે જણાવ્યું.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!