ડીસામાં બાઈક સવાર પિતા-પુત્રીને બોલેરો ચાલકે ટક્કર મારી થયો ફરાર : ફરિયાદ નોધાયી

- Advertisement -
Share

ડીસાના આખોલ ચોકડી નજીક આવેલ રાજા રામ કોલ્ડ સ્ટોરેજ નજીક બાઈક સવાર પિતા – પુત્રીને બોલેરો પીકપના ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં પિતા – પુત્રી ઘાયલ થતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.

 

 

 

અકસ્માતની વિતગ જોઈએ તો આખોલ ચોકડીથી પ્રકાશભાઈ અને તેમની દીકરી ચેતનાબને પોતાનું મોટર સાઇકલ નંબર GJ-08-BM-3208નું લઈ કંસારી તરફ જઈ રહ્યાં હતાં તે દરમિયાન રાજારામ કોલ્ડ સ્ટોરેજના ગેટ આગળ પીકપ બોલેરો ગાડી નંબર GJ-18-AZ-8329ના ચાલકે પુર ઝડપે ગફળતભયું દ્રાઇવીંગ કરી આગળ ચાલી રહેલ મોટર સાઇકલ પર સવાર પિતા – પુત્રીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

જેમાં પીકપ બોલેરોનો ચાલક અકસ્માત સર્જી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર પિતા – પુત્રી રોડ પર પટકાયા હતા. જેમાં મુકેશકુમાર કાંતિલાલ માળી પોતાનું એક્ટિવા લઈ બાઈક પાછળ આવી રહેલ તેને આ ઘટના જોતા તાત્કાલીક તેના ફુવા પ્રકાશભાઈ તેમજ તેના ફુવાની દીકરી ચેતનાબેનને ડીસા રોડ પર પડેલા જોઈ તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. મુકેશકુમાર કાંતિલાલ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે પીકપ બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!