ઘોર કળયુગ: વડગામમાં પરણિત દીકરી પિતાના ઘરમાંથી 13 લાખના દાગીના ચોરી કરી પ્રેમી સાથે થઇ રફ્ફુંચક્કર

- Advertisement -
Share

બનાસકાંઠાના વડગામમાં એક પરિણીત દીકરી પિતાના ઘરમાંથી 13 લાખ રૂપિયાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી અન્ય યુવક સાથે નાસી ગઇ હતી. આ અંગે પિતાએ દીકરી અને તેને લઇને નાસી ગયેલા શખ્સ સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

પ્રતીકાત્મક તસવિર

 

વડગામ તાલુકાના છનિયાણા ગામના એક ખેડૂત ખેતી કરી ગુજરાન ચલાવે છે. જેમની બંને દીકરીઓના લગ્ન થયા બાદ તેઓ પોતાની સાસરીમાં રહેતી હતી. આ દરમ્યાન પિયર છનિયાણામાં આવેલ દીકરી 25 જૂનના રોજ સવારે દસેક વાગ્યે પાલનપુર દાંતના દવાખાને જવાનું કહી નીકળી હતી અને ત્યાંથી પોતાની સાસરીમાં જવાનું કહ્યુ હતુ.

 

પ્રતીકાત્મક તસવિર

 

જોકે, બીજા દિવસે તેને ફોન કરતાં ફોન બંધ આવ્યો હતો. આથી પિતાએ જમાઇને ફોન કર્યો હતો. દીકરી પોતાની સાસરીમાં પણ ગઇ ન હોવાનું ખુલતાં પિતાએ શોધખોળ કર્યા બાદ વડગામ પોલીસ મથકે ગુમ યુવતી અંગે અરજી આપી હતી.

 

પ્રતીકાત્મક તસવિર

 

દરમિયાન આ યુવતી વડગામના ધનાલીના પ્રકાશ બાબુભાઇ માજીરાણા સાથે નાસી ગઇ હોવાનું જાણવા મળ્યું હતુ. ખેડૂત પિતાએ પોતાના ઘરમાં તપાસ કરતાં પેટીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિ.રૂ.13,00,000 જોવા મળ્યાં ન હતા.

આ સાથે ગત દિવસોએ ભેંસ વેચ્યા બાદ આવેલા રોકડ રકમ રૂ.70,000 પણ મળ્યાં ન હતા. જેથી યુવતિના પિતાએ પોતાની જ દીકરી અને તેના પરિચયમાં આવેલ શખ્સ વિરૂધ્ધ કુલ કિં.રૂ.13,70,000ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વડગામ પોલીસે બંને યુવક-યુવતી સામે આઇપીસી કલમ 380, 114 મુજબ ગુનો નોંધી પીએસઆઇ અલ્પેશભાઇ રબારીએ બંનેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!