બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ માટે 10 ટીમની રચના કરી, ક્રાઈમ બ્રાન્ચ પાસેથી વિગતો મંગાવી

- Advertisement -
Share

રાજ્યમાં રાજ્યવ્યાપી પુરવઠા કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી અનાજ નો જથ્થો બારોબાર કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે પ્રકારે ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવી અને આ સમગ્ર કૌભાંડ આચરાયું છે ત્યારે બનાસકાંઠાના 20 રેશનિંગના દુકાનદારો પર ફરિયાદ થઇ છે અને માસ્ટર માઇન્ડ એવા અન્ય ચાર લોકો પર પણ ફરિયાદ થઈ છે, જોકે જિલ્લા પુરવઠા અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી આ સમગ્ર કૌભાંડની વિગતો મંગાવી છે અને આરોપીઓની પણ વિગતો મંગાવી છે. અત્યારે તો જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ માટે 10 ટીમોની રચના કરી છે અને જિલ્લામાં દરેક જગ્યાએ આ કૌભાંડની તપાસ શરૂ કરી છે.

 

 

જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે ચાવડા એ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધાર બેજ સોફ્ટવેર હોઈ છે. એના આધારે કેટલાક લોકોએ સોફ્ટવેર બનાવી આધારથી સ્કેનિગ કરી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદ દાખલ થળેલી છે. જેના આધારે જિલ્લાના અત્યારે એફ.આર.આઈમાં 20 દુકાનદારના નામ છે. જિલ્લાની અલગ અલગ 10 ટીમો બનાવી અત્યારે દુકાનોની તપાસ ચાલુ છે, ક્રાઈમ બ્રાંચની તપાસ અત્યારે ચાલુ છે. વધુ વિગતો અમે ક્રાઈમ બ્રાન્ચ જોડે માંગી છે અત્યારે જે દુકાનદારના નામ છે એમને 100 ટકા ક્રોસ ચેક કરવામાં આવશે. જે દુકાનદારને ત્યાં રેશનકાર્ડ ધારક હશે એને આધારથી જથ્થો મેળવ્યો હશે. એની પણ પૂછપરછ કરવામાં આવશે અને કેટલી ઉચાપત છે. તપાસ દરમિયાન ખબર પડશે ત્યારબાદ એના પર શિક્ષાત્મક મત કાર્યવાહી કરવામાં આવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!