જસદણમાં વીજળી સાથે ધોધમાર વરસાદ પડતા એક જ કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો

- Advertisement -
Share

સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની એન્ટ્રી થયા બાદ ઘણા દિવસોથી હવે રાજ્યભરમાં ગરમીના બફારા બાદ વરસાદ વરસી ઠંડક પ્રસરાય છે. ત્યારે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જસદણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા છે. આકોટમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે.

 

 

 

 

ગોંડલમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરો પાણી પાણી બની ગયા છે. જ્યારે રાજકોટમાં યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.

 

 

 

આટકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વાવણી પછી મેઘરાજાની પધરામણી ન થતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોંઘુ બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત હતી.

 

 

 

આજે બપોર સુધી ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત વીરનગર સહિતના આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

 

 

 

 

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ કોટડાસાંગાણીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગોંડલના રામોદ, નાના માંડવા, ઇશ્વરીયા, મોટા માંડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

 

 

 

 

ગઇકાલે વીંછિયાના ભડલી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી હતી. ઘણા દિવસો બાદ વરસાદ પડતાં લોકોએ પણ ગરમીમાંથી રાહત મેળવી હતી. વાવણી પછી વરસાદ આવતા પાકોને જીવનદાન મળ્યું છે. ભડલીના હસમુખભાઈ તૈરેયાએ જણાવ્યું હતું કે, આખો દિવસ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ પડ્યો હતો.

 

 

 

 

જસદણમાં ભારે વરસાદથી ડીએસવીકે હાઇસ્કૂલ પાસે ગોઠણસમા પાણી ભરાયા હતા. તેમજ રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા હતા. ભારે વરસાદથી ખારી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!