બનાસકાંઠામાં દિવસેને દિવસે પાણીના તળ નીચા જતા ૨ માસમાં 10 ખેડૂતોએ રૂ 1 લાખ સુધીના ખર્ચે કૂવા રિચાર્જ કરી પાણીની સમસ્યા હલ કરી

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુર, વડગામ અને દાંતીવાડા તાલુકાના અનેક ગામ એવા છે કે, જ્યાં ભૂગર્ભ જળના સ્તર 1000 ફૂટ નીચે જતા રહ્યા છે તો બીજી તરફ સિંચાઈ માટેની સુવિધાનો પણ અભાવ છે. ત્યારે કેટલાક ખેડૂતોએ જાતે જ પોતાના કૂવા અને બોર રિચાર્જ કરી સફળતા મેળવી છે અને અન્ય ખેડૂતોને પણ જળસંચય માટે રાહ ચીંધી છે.

 

 

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો એવા છે કે, જ્યાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તો જ ખેતી શક્ય બને છે. પશુઓ માટે પાણીના હવાડા પણ ટેન્કરથી ભરવા પડે તેવી સ્થિતિ હોય છે.ત્યારે પાણીના પોકારોથી કંટાળી હવે ખેડૂતો જાત મહેનત જિંદાબાદ ના સૂત્ર સાથે એક નવો પર્યોગ હાથ ધર્યો છે.

 

 

ભરકવાડા ગામના વડીલો યુવાનો એ મિટિંગ કરી વિચારણા હાથ ધરી કે જૂના કૂવા કઈ રીતે રિચાર્જ કરવા? ત્યારે સૌ પ્રથમ હરિભાઈ ગાલવ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કૂવા રિચાર્જ માટેની તૈયારી દર્શાવી જેમાં 1 લાખના ખર્ચે થી વરસાદનું વહી જતું પાણી પાઇપલાઇનથી પોતાના કૂવા માં ઉતરે તે રીતે સમગ્ર આયોજન કર્યું.ત્યાર બાદ ગામના અન્ય ખેડૂતો એ પોતાના કૂવા રિચાર્જ માટેનું અભિયાન શરૂ કર્યું .જેનાથી બે મહિનામાં 10 જેટલા ખેડૂતો એ પોતાના કૂવા રિચાર્જ કરવા માટે વરસાદનું વહી જતું પાણી પોતાના કૂવામાં ઉતારી સફળતા મેળવી છે.

 

 

ભરકવાડા ગામમાં દસ જેટલા ખેડૂતોએ કૂવા રિચાર્જ કરવા માટે સિસ્ટમ ગોઠવી હતી. જિલ્લામાં આ વર્ષે પ્રથમ વરસાદ થતા જ કૂવામાં પાણીની ભરપૂર આવક થઈ અને છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એ 1980 માં કહેલું કે ધરતી માતા ની અંદર થી જેટલું પાણી આપને લઈએ છીએ તે પાણી કૂવા બોર રિચાર્જ કરી ધરતી માતા ને પાછું આપીએ તો ધરતી માતા નું ઋણ અદા થશે.

 

 

જે વિચારથી ખેડૂતોએ આવી મુશ્કેલી ના સમયે આં અભિયાન ઉપાડયું. છેલ્લા કેટલાય સમય થી ખેડૂતોના બોર ફેલ થઈ જતા ખેડૂતોને ચિંતા હતી.ત્યારે હવે ખેડૂતો ને બીજી કોઈ આશા ના દેખાતા ખેડૂતોના ખેતરમાં જુના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યુ.છેલ્લા બે મહિનામાં ભરકાવાડા ગામના 10 જેટલા ખેડૂતો એ પોતાના ખેતરમાં વરસાદી પાણી સીધું કૂવામાં ઉતારે તેવી વ્યવસ્થા કરાવી છે જુના કુવા રિચાર્જ થવાથી ખેડૂતોના ખેતરમાં પાણીના તળ પણ ઊંચા આવશે.

 

 

ભરકાવાડા ગામના ખેડૂતોએ શરૂ કરેલા આ અભિયાનમાં એક સંસ્થાના મિતલબેન પટેલે જે નાના ખેડૂત હતા તેમજ ખર્ચ નહોતા કરી શકતા તેમને સંસ્થા થકી મદદ કરી આ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. હવે અન્ય ગામના ખેડૂતો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.

 

 

કૂવા રિચાર્જ માટે ખેડૂતે સૌ પ્રથમ તો પોતાના ખેતરની નજીકમાં વરસાદી પાણી ક્યાં એકઠું થાય છે અથવા તો કઈ જગ્યાએથી પ્રવાહ વહે છે તે સ્થળ પસંદ કરવાનું રહે છે. જ્યાં પાણી એકત્ર થતું હોય ત્યાં આરસીસીની એક ચેમ્બર બનાવવામાં આવે છે. તેમાં એક પાઈપ મુકી કૂવા સુધી લઈ જવામાં આવે છે. ચેમ્બરમાં પથ્થરની કપચી ભરી દેવામા આવે છે જેથી પાણી શુદ્ધ થઈને જ કૂવામાં જાય છે. ખેડૂત સામાન્ય ખર્ચમાં આ સિસ્ટમ બનાવી પોતાના કૂવા અને બોર રિચાર્જ કરી શકે છે.

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!