રિલાયન્સે ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, 10 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે

- Advertisement -
Share

વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન હોવાનો દાવો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશિપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. નવો સ્માર્ટફોન જિયો અને ગૂગલના ફીચર્સ અને એપ્સની સાથે લેન્સ હશે. એન્ડ્રોઈડબેઝડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિયો અને ગૂગલે મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. એની કિંમત ખૂબ જ વાજબી હશે અને 10 સપ્ટેમ્બરને ગણેશચતુર્થીથી એનું વેચાણ શરૂ થશે. અંબાણીએ કહ્યું હતું કે દેશને 2Gથી મુક્ત અને 5G યુક્ત બનાવવાનું અમારું લક્ષ્ય છે.

જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં સારો કેમેરો અને એન્ડ્રાઈડ અપડેટ પણ મળશે. ફુલ્લી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. જોકે આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

એક્સપર્ટ્સનું માનવું છે કે એની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવશે. જિયો-ગૂગલનો એન્ડ્રોઈડબેઝ્ડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ ગેમ ચેન્જર હશે. એ એવા 30 કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, જેના હાથમાં હાલ પણ 2G મોબાઈલ સેટ છે. સારી સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને વાજબી ભાવ ધરાવતો જિયો-ગૂગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકોથી રિલાયન્સ જિયોની ઝોળી ભરી શકે છે.

From  – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!