નરાધમે સાડા ચાર વર્ષની બાળકીને પીંખી નાખતાં ચકચાર : માસૂમ બેભાન અવસ્થામાં મળતાં સારવાર અર્થે ખસેડાઈ

- Advertisement -
Share

સુરતમાં માનવજાતને શરમમાં મૂકતી વધુ એક ઘટના સામે આવી છે. અડાજણમાં નવી બાંધકામની સાઇડ ની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને છત પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકીને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવા આવી છે. સીસીટીવી ના આધારે પોલીસે આરોપીને ધરપકડ કરી છે.

 

સુરતમાં મહિલા અત્યાચાર સાથે નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના અડાજણ વિસ્તારમાં નવી પંજાબી સાઈડ પર મજૂરી કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની બાળકી ગુરુવારે બપોરે રમતાં રમતાં ગુમ થઇ ગઇ હતી. પરિવારે બાળકીની ત્રણથી ચાર કલાક સુધી શોધખોળ કરી હતી. આખરે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

 

 

 

સાડા ચાર વર્ષની બાળકી ગુમ થયાની જાણકારી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ કરતા બાળકી નવી પંજાબી સાઈડ ટેરેસ ઉપરથી બેભાન હાલતમાં મળી આવી હતી. જેને લઇ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ કાતે તબીબી પરીક્ષણ બાદ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ નજીકના સીસીટીવી ચેક કર્યા હતા.

 

 

સીસીટીવીમાં બાળકીને સિક્યુરિટીનો ડ્રેસ પહેરેલો એક વ્યક્તિ લઈને જતો હોવાનું દેખાઈ આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં બાજુ બિલ્ડિંગના વોચમેનની અટકાયત કરી હતી. વ્યક્તિની પૂછપરછ કરતાં તે બાળકીને રમવાના બહાને બાજુની બિલ્ડિંગ પર લઇ ગયો હોવાની અને દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.

 

 

આરોપી શિવનારાયણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકેનું કામ કરે છે. બનાવને પગલે અડાજણ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મોડી રાત્રે આ મામલે કાર્યવાહી કરવા સાથે બાળકીની સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે થાય તે પ્રકારના પ્રયાસો કર્યા હતા. ઘટનાને લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત સુધી ઘટનાસ્થળ પર રહીને પુરાવા એકત્ર કરવાની કામગીરી કરી હતી

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!