કપિલ શર્માને ‘ધ કપિલ શર્મા શો’નો એક એપિસોડ હોસ્ટ કરવાના મળશે 50 લાખ રૂપિયા, મહિનાની કમાણી 4 કરોડ

- Advertisement -
Share

કપિલ શર્માએ સંઘર્ષ બાદ આજે કોમેડીની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. કપિલ શર્માએ શરૂઆતમાં ‘ધ કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ શો હોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ કપિલે ‘ધ કપિલ શર્મા શો’ પ્રોડ્યુસ કર્યો હતો. જોકે થોડા સમય બાદ આ શો બંધ થઈ ગયો હતો. 2019માં સલમાન ખાને આ શો પ્રોડ્યુસ કર્યો હતો. એ સમયે કપિલને એક એપિસોડદીઠ 30 લાખ રૂપિયા મળતા હતા. ટૂંક સમયમાં શોની નવી સીઝન શરૂ થશે. આ વખતે કપિલની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

ચર્ચા છે કે કપિલ શર્માને હવે એક એપિસોડદીઠ 50 લાખ રૂપિયા મળશે, એટલે કે એક અઠવાડિયાના 1 કરોડ રૂપિયા મળશે. આ શો અઠવાડિયામાં બે દિવસ (શનિ-રવિ) આવે છે. આ રીતે કપિલ શર્માને એક મહિનામાં 4 કરોડ રૂપિયાની કમાણી થશે.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!