થરા પોલીસે રૂ. 10 લાખથી વધુ કીમતના માદક પદાર્થ સાથે એકને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

થરા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મંદિરના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર થાય છે અને ત્યાં માદક પધાર્થોનો સંગ્રહ છે. બાતમી હકિકત આધારે દિયોદર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઈન્સપેકટર, થરા તથા થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ બાતમી મળેલ જગ્યા પર રેઇડ કરી હતી.

 

 

 

થરા પોલીસ દ્વારા નટવરજી વીરચંદજી ઠાકોર રહે, ચાંગા, તા.કાંકરેજ વાળાના કબ્જા-ભોગવટા વાળા મંદિરના કમ્પાઉન્ડમાં રેઇડ કરતા સદરી જગ્યાએથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ મળી આવેલ હોય જે માદક પદાર્થ ગાંજાના નાના-મોટા છોડ નંગ-54, વજન – 103.500 કિ.ગ્રા., કિં.રૂા. 10,35,000/- નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ અને પ્રાકૃતિક સુબ્સન્સ, એક્ટ, 1985 (NDPS Act.) હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા થરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!