ગરીબી સામે 7 વર્ષની માસૂમનો સંઘર્ષ : કેરી વેચીને ખરીદવા માંગે છે અભ્યાસ માટે મોબાઇલ

- Advertisement -
Share

કોરોના કાળમાં અનેક લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેમ છતાંય આ કપરા કાળમાં અનેક લોકો એવા છે જેમણે હિંમત નથી હારી. જમશેદપુરની તુલસી કુમારી પણ આ પૈકી જ એક છે. 7 વર્ષીય તુલસી કિનન સ્ટેડિયમની સામે કેરી વેચે છે. રવિવારે પૂર્ણ લૉકડાઉન હોવા છતાંય તુલસી ગ્રાહકોની રાહ જોઈ રહી છે.

મૂળે, તે કેરી વેચીને નવો મોબાઇલ ખરીદવા માંગે છે, જેથી ઓનલાઇન અભ્યાસ કરી શકે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. ઘરમાં એન્ડ્રોઇડ મોબાઇલ નથી, તેથી તુલસી ઓનલાઇન અભ્યાસ નથી કરી શકતી. ગય વર્ષથી તેનો અભ્યાસ ઠપ થઈ ગયો છે.

 

 

 

 

તુલસીએ જણાવ્યું કે, કોરોનાના કારણે તેના પિતાનું કામ બંધ થઈગયું. તેના ઘરમાં આર્થિક સંકડામણ વધી ગઈ. તેના કારણે તે કેરી વેચવા માટે મજબૂર થઈ છે. કેરી વેચીને તે એન્ડ્રોઇડ ફોન ખરીદવા માંગે છે, જેથી અભ્યાસ બંધ ન થાય.

તુલસીને અભ્યાસ પ્રત્યે ખૂબ ધગશ છે. તેની માતા પદ્મની દેવીએ અનેકવાર ના પાડી હોવા છતાંય તુલસીએ મોબાઇલ માટે પૈસાની સગવડ કરવાના હેતુ સાથે કેરી વેચવાનું નક્કી કર્યું. તુલસી કેરી વેચીને થતી કમાણીથી ઘરમાં મદદ પણ કરી રહી છે.

તુલસીની માતા પદ્મની દેવીનું કહેવું છે કે, મેં ઘણી વાર તેને ના પાડી પણ તે કેરી વેચી રહી છે. તેને આગળ ભણવાનું મન છે. પરંતુ અમે લોકો ગરીબ હોવાના કારણે તેની કોઈ મદદ કરી નથી શકતા.

તુલસી કુમારી જમશેદપુરના બગુનાથુની રહેવાસી છે. માતાનું કહેવું છે કે જો કંઈક સરકારી મદદ તુલસીને મળી જાય તો તેને કેરી કે ફળો વેચવા માટે ન બેસવું પડે, અને તે અભ્યાસ કરી શકે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!